________________
વ્યસનમાં ફસાયેલા હોય છે તે વ્યસન વાજબી છે એમ પાછા દલીલો કરીને સમજાવવાના પ્રયત્નો કરતા હોય છે.
હં...તો પલ્લીપતિને જરૂર હતી તેવો માણસ દૃઢપ્રહારી મળી ગયો. પ્રકૃતિ પ્રમાણે માણસને માણસ મળી જાય છે. એવાનો મેળ પણ જલદી થઈ જાય છે. એવા સંજોગો ઊભા થાય છે. પ્રકૃતિ સંજોગો ઊભા કરે છે. જ્ઞાનીઓ કહે છે કે પ્રકૃતિને બદલો, સંજોગો આપોઆપ બદલાઈ જશે. પ્રકૃતિ વિકૃત હશે તો સંજોગો પણ એવા જ ઊભા થશે. તાણાવાણા બદલો તો કાપડ સારું થશે. મૂળમાંથી જ ખામીઓને દૂર કરશો તો એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ ખામીરહિત થશે.
હવે આ દૃઢપ્રહારી પલ્લીપતિ સાથે રહે છે. ચોરી કરવી, મારામારી કરવી, લૂંટફાટ કરવી એ એનો ધંધો. જબરી તાકાત ને મજબૂત બાંધો. પ્રહાર કરે કે સામનો કરે એનો ભુક્કો. એનો પ્રહાર નિષ્ફળ ન જાય એટલે લોકો એને દૃઢપ્રહારી કહે.
દિવસો જતાં પલ્લીપતિનું અવસાન થયું અને આખી ટોળીનો સરદાર દૃઢપ્રહારી બન્યો.
એક વખત એક ગામમાં એ ચોરી કરવા ગયા. સંજોગવશાત્ કંઈ મળ્યું નહિ. મહેનત કરીને થાક્યા એટલે ભૂખ લાગી. દઢપ્રહારીએ એના માણસોને કંઈ ખાવાનું શોધી લાવવા કહ્યું. હવે ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહે. પાંચ-સાત બાળકો, ઘરમાં કંઈ સાધન નહિ. અનાજ પણ મળે નહિ. જેમ તેમ દિવસો વિતાવે, માગીભીખી પૂરું કરે. તે દિવસે બ્રાહ્મણે જુદા જુદા ચાર ઘેરથી દૂધસાકર-ચોખા અને એલચી લાવી ખીર કરેલ.
બાળકો જોયા કરે : ક્યારે તૈયાર થાય અને ખાવા મંડીએ. ભૂખ્યાં બાળકો, તૈયાર થતી સુગંધી ખીર. બાળકો કુંડાળું કરી ખીરની વાટ જોતાં બેઠાં છે. બ્રાહ્મણે ખીર તૈયાર કરીને કહ્યું કે, ‘હું નાહી આવું, પછી તમને ખાવા આપું.' એમ કહી બ્રાહ્મણ નહાવા ગયો અને દૃઢપ્રહારી તેના માણસોના કહેવાથી માણસો સાથે અંદર દાખલ થયો હતો. એ ભૂખ્યો હતો. ખી૨ના વાસણને ઉપાડી લીધું. બાળકો તો આ જોઈને રડારોળ કરવા લાગ્યાં અને બહાર જઈને બાપાને કહ્યું. બ્રાહ્મણ દરવાજા પરનો સળિયો લઈને અંદર આવ્યો. દઢપ્રહારીએ બ્રાહ્મણને આવતો જોયો. મારો વિરોધ કરનાર આ મગતરો કોણ ! એમ ક્રોધના આવેશમાં એક તરવારને ઝાટકે બ્રાહ્મણને માર્યો, અને બ્રાહ્મણની સગર્ભા પત્ની વચ્ચે આવી. તેને પણ તરવારનો પ્રહાર કર્યો. બાઈ મૃત્યુ પામી અને ગર્ભમાંનું બચ્ચું પણ મરણ પામ્યું. ક્રોધના આવેશમાં
Jain Education International
૨૬૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org