________________
આનંદને વર્ણવવા માટે શબ્દોની જરૂર ન હોય. એ તો એના મુખ પર, સારાય દેહ પર દેખાય. ત્યાં તો આનંદનો ઓધ ઊછળતો હોય ! એમ જ મહાપુરુષની વીતરાગતાનાં દર્શનથી રોમાંચ ખડાં થઈ જાય. એના મુખ પર અને સમગ્ર દેહમાં આનંદ આનંદ છવાઈ જાય. એ વખતે બીજું બધું ભૂલી જવાય. વસ્તુ સાથેના રસાનુભવથી દેહવિસ્મરણ થઈ જાય. મંદિરમાં પ્રભુદર્શનાર્થે જાવ ત્યારે બધું ભૂલીને એમાં જ લીન થવાનો આનંદ માણો. સર્વ કાંઈ ભૂલી જાવ. તમે અને પ્રભુની એ ૨ખ્ય મૂર્તિ : બસ એમાં જ એકાકાર થઈ જાવ.
બાહ્ય જગતને ભૂલી જાવ. એની પરવા ન હોય. એ વખતે તો પ્રભુભક્તિ એ જ સર્વસ્વ. લોકો જોશે તો ગાંડો કહેશે એ વિચાર જ ન શોભે. ખબર છે, રાવણ જેવો વિક્રમી પુરુષ પણ પ્રભુ પાસે વીણા વગાડવામાં લીન થઈ જતો હતો.
મંદોદરી જેવી મહાદેવી પ્રભુ પાસે નૃત્ય કરતાં બધું જ ભૂલી જતી. આ છે એકતાનતા, લીન થઈ જવાની તન્મયતા. મન મત્ત ને મસ્ત થઈ જાય, સ્થળ, દેશ અને કાળ ભૂલી જાય.
દર્શનનો આનંદ અને તેનો યોગ ચિત્ત સાથે થાય. એકાગ્રતા આવે, લય થઈ જાય, વિશ્વને ભૂલી જાય. આ પ્રકારનો જે યોગ થાય તે જ કેવળજ્ઞાનનો પાયો.
મરુદેવી માતાને આ યોગ થઈ ગયો. એમને બીજાં સાધનોની જરૂર ન પડી. સાધનોના ઉપયોગથી જે વસ્તુ સિદ્ધ કરવાની હતી તે થઈ ગઈ. પછી સાધનોની શી જરૂર ? એક કવિએ કહ્યું છે કે
લિખી લિખાવન કુછ નહિ, નહિ પઢને કી બાત,
દુલ્હા-દુલ્હન મિલ ગયે, ફીકી પડી બરાત. લગ્ન માટે જાન નીકળી હોય, ખાવાપીવાનું હોય, રંગરાગ હોય, આનંદગીત ગવાતાં હોય, એકબીજાને હોંશેહોંશે કોળિયા દેવાતા હોય, પણ એ બધું ક્યાં સુધી ! ફક્ત હસ્તમેળાપ સુધી. હસ્તમેળાપ થઈ ગયો, જાનને શીખ અપાઈ ચૂકી એટલે તમે તમારે ઘેર અને એ એમને ઘેર. સાધ્ય સધાઈ ચૂક્યું. સાધનોની જરૂર ન રહી. વીતરાગ દર્શનના આનંદનો યોગ મરુદેવી માતાને થઈ ગયો. સાધનની જરૂર ન પડી.
- લાકડાં બે જાતનાં હોય – ઓકનું અને બાવળનું. ઓકને રંધો મારવાની એટલી જરૂર ન પડે. સહેજસાજ ઠીક કર્યું કે સુંવાળું થઈ જાય. બાવળને તો રંધો મારી મારીને થાકી જાવ. ગાંઠાગડબા કાઢી નાખો તોય સુંવાળપ ન આવે.
૨૬૬ ક ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org