________________
ગવાતાં હોય ત્યારે જ ઘરની અમુક વ્યક્તિ, કોઈ મરી ગયું હોય તેને યાદ કરી રોવા બેસે, આંસુ પાડે, ઓછુ આણે ને રંગમાં ભંગ પડે એવું વર્તન કરે. કાં તો ભૂતકાળમાં કોઈએ વહેવારમાં ઓછું-વધુ કર્યું હોય એ યાદ કરી એની સાથે લડે, બેચાર સંભળાવે, વાતાવરણ કલુષિત કરે અને કટુતાભર્યું વાતાવરણ સર્જે. ભૂતકાળની સારી વાતો યાદ કરવાથી મન શાંત થાય છે. એથી આનંદ આવે છે. આપણું હૃદય પણ ઉદાર બને. કોઈની ભૂલોને આપણે ક્ષમા આપતાં શીખીએ. એણે ભૂલ કરી તો એના અજ્ઞાનના કારણે, એમાં આપણે શું ! આપણે તો ક્ષમા જ આપીએ. એના પ્રત્યે નહિ ક્રોધ, નહિ વેર. આ પ્રકારના જ વિચારો આવવા જોઈએ, ન આવે તો કેળવવા મહેનત કરવી જોઈએ પણ એ ક્યારે બને ? નકામી વાતોમાં સમય ન વેડફીએ અને એકાંતમાં શાંત ચિત્તે સુંદર વિચારો કરીએ ત્યારે.
છેલ્લે આવે છે “વચનવિલાસ
અર્થહીન અને સત્ત્વહીન વાતોમાં સમય ગુમાવે. જેનો કંઈ અર્થ નહિ, જેનો કંઈ ઉપયોગ નહિ, જેનું કાંઈ સારું ફળ નહિ એવું બોલ બોલ કરવાથી શું ! આ પ્રકારના વાણીવિલાસથી કોઈનું બૂરું થાય. વચનનું જોર તો ઘણું છે. કસમયે અને કસ્થળે બોલાયેલું વચન વિનાશ નોતરે છે. બહુ બોલવામાં ક્યાંક એવું “બફાઈ જાય કે જેનું પરિણામ નરસું આવે. ઘરમાં ઝઘડા થઈ જાય, ગામમાં કજિયા થાય અને વિશાળ જગતમાં બોલવામાંથી જ વિશ્વયુદ્ધ સુધી વાત વધે. વાણીના સંયમની તો ખાસ જરૂર છે. મૌનની ભાષા જોરદાર છે. વાણી કરતાં મૌનનું બળ વધારે છે.
યોગ મેળવવાના માર્ગ માટે મહાપુરુષોએ આ પાંચે વાતો કમ કરવાની કહી છે.
આ પાંચ ચીજ ઓછી કરો એટલે અંદરના ધ્યાનનો પ્રકાશ લાધે. સમય મળે ત્યારે એકાંતે ધ્યાન ધરો. મૌન કેળવો. વસ્તુને સહજભાવે જોતાં શીખો. એને વળગી ન રહો. એને છોડતાં શીખો તો દુ:ખ, દ્વેષ કે ક્રોધ ન થાય. આત્મા નિજાનંદમાં મસ્ત રહે. એ બહારના કષાયોનાં વાવાઝોડાંથી ચલિત ન થાય અને ચલિત ન થાય તો જ નિજાનંદમાં મસ્ત થતાં શીખે અને આનંદયોગનો યોગ થાય.
યોગ શું છે ? વીતરાગના દર્શનનાં આનંદનો યોગ.
દર્શનથી આનંદ થવો જોઈએ. ગમતી વસ્તુનાં દર્શનથી આનંદ થાય, દીકરો પરદેશ ગયો હોય, ભણીગણીને લાંબે ગાળે આવતો હોય, એને જોતાં માને કેટલો ઉમંગ હોય ! એનું દર્શન માતાને કેટલો આનંદ આપે ! એ
ચાર સાધન - ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org