Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 273
________________ મળી કે ફલાણો ચૂંટણીમાં ઊડી ગયો.” ત્યારે બીજો પણ એમ જ પૂછેઃ કાં, છેલ્લા સમાચાર (latest news) શું છે ? આમ, જેની સાથે તેને અંગત સંબંધ નથી એવું કોઈ ભાગી ગયું કે કોઈએ દેવાળું કાઢ્યું એ સાંભળીનેય તને શું ફાયદો ! પણ આ તો ટેવ પડી. આવું બધું સાંભળ્યા અને સંભાળાવ્યા વગર ચેન જ ન પડે ને ! પારકી વાતમાં તો ઊંડા ઊતરી જાય. ઘણાને લપ કરવાની ટેવ હોય છે. “કાં, હાલ શું કામ કરો છો ? શું પગાર મળે છે ? સામાને ગમે કે ન ગમે તોય પોતાની પીંજણ ચાલુ રાખે ને વ્યર્થ સમય ગુમાવે. આ પીંજણ કરતી વખતે સામાને મદદ કરવાની ભાવના ન હોય, શક્તિ પણ ન હોય અને છતાં જેને કહેવાય છે ને કે “ઝીણું કાંતે' એમ નાની બાબતોમાં પણ રસ લીધા કરે. આખા ગામની ફિકર કર્યા કરે. કાજજી, ક્યોં દૂબલે ?' તો કહે, કે “સારે ગાંવ કી ફિકર.” એ કહેવત મુજબ પોતાનું ભલું કરવું બાજુ મૂકી, ગામની કુથલી કર્યા કરે. મગજ આવી જ વાતોથી અને ખોટી ચિંતાઓથી ભરેલું રાખે. પછી આ મગજમાં સારી વાત આવે ક્યાંથી ? જગ્યામાં બધો કચરો ભરી રાખે, પછી સારી વસ્તુ રાખે ક્યાં ! કબાટમાં રદ્દી કાગળ-પસ્તી ભરી મૂકો ને પછી કે કપડાં માટે જગા નથી. ક્યાં મૂકું ! જગા નથી પણ ભલા માણસ, પહેલાં પેલી પસ્તી કાઢી નાખને ! પસ્તી ગઈ કે સારી ચીજવસ્તુ મૂકવા સારુ આપમેળે જગા થશે. કપડાં સચવાશે ને તું સુખી થઈશ. એમ મગજમાંથી પણ ઉપાધિરૂપ પસ્તી કાઢી નાખ, ને મન સાફ-ચોખું-નિર્મળ રાખ, તો આત્મકલ્યાણની વાત કંઈક ગળે ઊતરશે. વગર ફોગટનું હળવુંમળવું બંધ કરી એકાંત સેવતા થાઓ. એકાંતમાં ભગવાનનું સ્મરણ-ચિંતન કરો. સારાં પુસ્તકો વાંચો. ભૂતકાળનાં સુખદ સ્મરણો, જીવનયાત્રા, સારી ઘડીઓ, ભક્તિ, પ્રસંગો ઇત્યાદિ યાદ કરો. એ પ્રસંગો સાથે વાત કરો. એમાં રમો, મસ્ત બની જાઓ. તો તમને જરૂર આનંદ આવશે, સુખ મળશે. પણ યાદ રાખજો. યાદ કરો ત્યારે ભૂતકાળની સારી જ વાતો યાદ કરજો. કટુ પ્રસંગો યાદ ન કરતા. એ તો ભૂલી જ જવા. આત્મકલ્યાણના સારા દિવસોમાં સુકૃત્યના જ વિચારો કરવા, નહિતર સુખને બદલે દુ:ખ મળે. મનને ઉદ્વેગ થાય ને ચિત્તતંત્ર અસ્વસ્થ થઈ જાય. ઘણાને એવી કુટેવ હોય કે સારા પ્રસંગે જ ખરાબ વાત યાદ કરે. ઘેર લગ્નનો પ્રસંગ હોય, ભાવતાં ભાજન તૈયાર થતાં હોય, જાન આવવાની હોય, ઘરનાં બધાં સુંદર વસ્ત્ર-આભૂષણો પહેરી હરતાંફરતાં હોય, મંગળ ગીતો ૨૬૪ 5 ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338