________________
કારણ કે એનું ઘડતર એવું છે. ઓકનું ઘડતર જુદા પ્રકારનું હતું. તેમના ચિત્તની કેળવણી જ એવી હતી કે એમને વાર ન લાગી.
જેના અંતરનું ઘડતર એવું ન હોય તેને સાધનોની જરૂર પડે. મહેનત કરવી પડે. મનને કેળવવું પડે.
શિષ્ય પૂછે છે કે, ‘પણ આ તો તમે મરુદેવી જેવા યોગ્ય આત્માની વાત કરી. એવો કોઈ દાખલો છે કે જેણે ખૂબ પાપ કર્યાં હોય, કષાયોથી ભરપૂર હોય છતાંય યોગબળના પરિણામે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. નર્કનો અધિકારી હોય તેને પણ યોગબળે આ વસ્તુ (કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય ખરી કે ?'
ત્યારે કહે છે કે, હા, એવો પણ દાખલો છે. દૃઢપ્રહારીમાં આવી બધી વસ્તુ હતી, તેણે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા, તથા બાળહત્યા એમ ચાર હત્યા એક સાથે કરેલ. લોકોને આ ચારે પ્રત્યે દયા-માયા અને લાગણી હોય છે. એવા આ ચારે જણને મારી નર્કનો અધિકારી બનેલ. આ દૃઢપ્રહારી એક બ્રાહ્મણનો પુત્ર હતો. નાનપણથી જ તોફાની અને ઉપદ્રવી. માતાપિતાએ તેનાથી ત્રાસી જઈને કાઢી મૂક્યો. શરીરનો જબરો તાકાતવાળો. ઊંચો મજબૂત એવો દૃઢપ્રહારી જંગલમાં ચાલ્યો જાય છે. ત્યાં ચોરોના સ૨દાર એવા એક પલ્લીપતિએ એને જોયો. એને પૂછ્યું : ‘તું ક્યાં જાય છે ? તારે શું જોઈએ છે ?' દૃઢપ્રહારીએ કહ્યું : ‘મારે કોઈ મુકામ નક્કી નથી, માત્ર આધાર શોધું છું. આધાર મળશે ત્યાં રહી જઈશ.' પલ્લીપતિએ એના દેહનો બાંધો, શરીરની મજબૂતી અને ખમીર જોઈ એને પોતાની સાથે રાખી લીધો. એને તો એના ધંધામાં એવા જ ક્રૂર અને મજબૂત માણસની જરૂર હતી. લૂંટફાટ-ચોરીમારામારી આ જ જેનો ધંધો એને તો આવો માણસ ખૂબ ખપમાં આવે. જેને જેવો જોઈતો હતો તેવો મળી ગયો. સૌને પોતાને અનુકૂળ મળી જાય છે. અફીણીને ચોરા પર અફીણીઓ મળી રહે, ભક્તો પોતાના જેવાને મંદિરમાં શોધી લે, જ્ઞાનીઓ જ્ઞાનદરબારે અને દારૂડિયા પીઠામાં પોતાના સંગાથી શોધી લે. સૌ એકબીજાને અનુકૂળ વાતો કરે. અનુકૂળતા ઊભી થઈ જાય. ન થાય તો ઠોકી બેસાડી, દલીલો કરી, અનુકૂળતા ઊભી કરે.
એક ભાઈ મને વંદન કરવા આવેલ. વંદના કરી બેઠા. પણ એમના મોઢામાંથી બીડીની ઉગ્ર વાસ આવતી હતી. મેં કહ્યું : ‘ભાઈ, તમે નીચે જઈને મોઢું સાફ કરી આવો.' તો કહે છે : ‘મહારાજ, મેં તો બીડી પીધી છે. એની કાંઈ ખરાબ વાસ નથી. અને બીડી તો સ્વર્ગની સીડી છે. એના ધુમાડાથી જંતુનો નાશ થાય છે. ધૂમ્રપાનમ્ મહાદાનમ્, ગોટે ગોટે ગૌદાનમ્.' આવી બાલિશ દલીલો કરવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે, જે લોકો બૂરા
Jain Education International
ચાર સાધન : ૨૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org