________________
દઢપ્રહારી દરવાજા બહાર નીકળ્યો. આંગણામાં ગાય ઊભી હતી. ગાયને સંજ્ઞા આવી કે મારા માલિકનો આ દુશ્મન છે. તે શિંગડાં ઉગામી દઢપ્રહારીને મારવા ધસી. દઢપ્રહારીએ તેને પણ તરવારથી મારી નાખી. આમ ક્રોધના આવેશમાં તેણે ચાર-ચાર હત્યા કરી. ક્રોધ આવે છે ત્યારે ભાનસાન રહેતું નથી. બુદ્ધિ બહેર મારી જાય છે. ન કરવાનાં કામો થાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે તું ક્રોધ કર, પણ કોના ઉપર ! ક્રોધ ઉપર ક્રોધ. તું ક્રોધને હઠાવ. એને જીત.
આ હત્યાકાંડ જોઈને બધાં બાળકો કરુણ આક્રંદ કરવા લાગ્યાં. બા...બા !' કહીને રડારોળ કરી મૂકી. ભોંય પર પડી તરફડવા લાગ્યાં. વાતાવરણ કરુણતાથી ભરાઈ ગયું. રક્તના ખાબોચિયાં, ચાર-ચાર મૃતદેહ અને બાળકોનું આક્રંદ : આ દૃશ્ય જોઈને પલ્લીપતિ દઢપ્રહારીના હાથમાંથી તલવાર પડી ગઈ. પશ્ચાત્તાપ થવા લાગ્યો. જીવ બળવા માંડ્યો. હાય, આ મેં શું કર્યું? મારાથી આ શું થઈ ગયું ? મન તરફડવા લાગ્યું. સમગ્ર દેહમાં અજંપો વ્યાપી રહ્યો. બળું બળું થતા દેહે દૃઢપ્રહારી દોડ્યો. દોડતાં દોડતાં ગામ બહાર એક વૃક્ષ નીચે તેણે એક મુનિને જોયા. મુનિ પાસે ગયો. આંસુની ધારા વહાવતો એ એમનાં ચરણમાં ઢળી પડ્યો. કહેવા લાગ્યો : “પ્રભુ, મને બચાવો. આ પાપીને ઉગારો. મેં પાપીએ મહાપાપ કર્યું છે. ચાર-ચાર હત્યા કરી છે. પશ્ચાત્તાપથી બળી રહ્યો છું. મારા રોમરોમમાં આગ લાગી છે. અનુતાપથી સળગી રહ્યો છું. મને તારો. કોઈ રસ્તો બતાવો. નહિતર હું આત્મહત્યા કરીશ. મારાથી સહન નથી થતું. મને ચેન નથી.' એમ કહી દઢપ્રહારી મુનિ મહારાજનાં ચરણોમાં તરફડવા લાગ્યો.
મહારાજે જોયું કે પશ્ચાત્તાપનો અગ્નિ એને બાળી રહ્યો છે. એના પાપનો એને સાચો પશ્ચાત્તાપ થાય છે. એને ઝાડ નીચે બેસાડી, આશ્વાસન આપીને કહ્યું : “તું પંચમહાવ્રતને ધારણ કર. પ્રાયશ્ચિત્ત કર. તારું પાપ દૂર થશે ને કાળજે ટાઢક વળશે.'
હવે દઢપ્રહારીએ પ્રતિજ્ઞા કરી કે મને મારી વાત - કરેલી જીવહત્યાની વાત – યાદ આવે ત્યાં સુધી મારે આહાર ન કરવો. આ પ્રતિજ્ઞા લઈને પાત્ર લઈ ગામમાં ભિક્ષા માગવા જાય. ગામના લોકો એને જુએ એટલે કહે કે, આ ખૂની આવ્યો. ચાર-ચાર જીવોનો હત્યારો આવ્યો. કોઈ પથ્થર ફેંકે, કોઈ લાકડી મારે, કોઈ ગડદા મારે, કોઈ ગાળો દે, કોઈ તમાચો મારે. આ બધુંય સહન કર. એનામાં સામો ઘા કરવાની તાકાત હતી, પણ ઘા ન કરે. ઘા સહી લે. પારકા પર ઘા નથી કરતો. મન પર ઘા કરે છે, મનોમન કહે છે : તું એને જ લાયક છે. ઠીક થયું, ભલે માર પડ્યો ભલે પથરા વાગ્યા. આમ મનને
ચાર સાધન * ૨૬૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org