________________
આ છે સવારના પહોરમાં જ ખાવાની ધમાધમ. સવારની ખાવાની ધમાલ પૂરી થાય ને જ્યાં બાર વાગે ત્યાં ફરી ભોજનની ધમાલ. અનેક વાનગીઓ જોઈએ. એમાં કોઈ વાનગી ન બની હોય તો મગજ ગુમાવી નાખે. ક્રોધ કરે. ‘ષ પણ કરે. કોઈ મિત્રને ત્યાં જમવા ગયો હોય ને અનુકૂળ પદાર્થ ન મળે તો કહે : “ફલાણાને ઘેર જમવા ગયો હતો, પણ જમવામાં કંઈ માલ જ મળે નહિ. મિષ્ઠાન્ન હતું, પણ ફરસાણમાં કંઈ જ નહિ.” આમ પેટ ભરીને જમીને આવે, ભાવ્યું પણ હોય, છતાંય દોષ કાઢે. ભોજનમાંથી કેટલા રાગદ્વેષ જાગે ?
બારેક વાગ્યે જમ્યો હોય, પછી આરામ કરે, ઊંધીને ઊઠે ત્યાં ચા દૂધકોફી-કોકો કે એવું જ કંઈક જોઈએ. એ પતી જાય ને પાંચેક વાગે ફરી નાસ્તા માટે કંઈક જોઈએ. અને સાંજે અગર રાત્રે ફરી અનેક વાનગીઓથી ભરપૂર Full dish જોઈએ. કેટલું ખાય ! ભૂખ હોય એટલું જ નહિ – અરે પચે નહિ તોય પરાણે ખાય. કારણ કે સ્વાદિષ્ટ છે ને ! એટલે ખાય. જાણે ખાવા માટે જ ન જીવતો હોય ! આવી લપ છે ખાવાની. આ ઓછી કરવાની જરૂર છે. આમાં ઘણો સમય જતો રહે છે.
મહત્ત્વનાં કામો ઘણાં બાકી છે. પણ એ સમજાતું જ નથી. જ્ઞાનીઓ એટલે જ ભોજનકથાને પાપકથા કહે છે ! યોગ મેળવવાના માર્ગે જતા પહેલાં આ “ખાનાની લપ ઓછી કરવાની ખાસ જરૂર છે.
પછી આવે છે “પીના.' આમાં પણ એવું જ. ચા-કોફી-કોકો-સોડા-લેમના અને બધાથી ચડે એવો દારૂ. જાતજાતનું ને ભાતભાતનું પીવાનું. એની પસંદગી, અને પુરવઠો, અને સ્વાદ અને એનો ઉપયોગ. આમાં પણ સારો એવો સમય વ્યર્થ વીતી જાય છે.
આ પછી આવે છે “સોવના”. માણસની જિંદગીનો ઘણો સમય આ ઊંઘ લઈ લે છે. ઊંઘ આળસને લાવે છે અને આળસ મનુષ્યને ઊધઈની જેમ કોતરી ખાય છે. વધુ ઊંઘ પ્રમાદને લાવે છે અને પ્રમાદ અને આળસ જ્યાં હોય ત્યાં કોઈ શુભ કામ થાય નહિ. આળસુ માણસ એટલે કાંટા વિનાની ઘડિયાળ. ચાલે પણ સમય ન આપે. સામાન્ય રીતે તંદુરસ્ત માણસ માટે છ કલાકની ઊંધ પૂરતી ગણાય. વધુમાં વધુ સાત કલાકની. આથી વધુ ઊંઘ મનુષ્યના ઉત્કર્ષ માટે અવરોધરૂપ છે.
હવે આવે છે ‘મિલના'—
વ્યર્થ મળવાની ટેવ. કંઈ પણ હેતુ વગર વાતો કરવાથી મન શિથિલ થાય છે. એક ભાઈ બીજા ભાઈને મળે ત્યારે પૂછે કે, “કાં શું સમાચાર ? સાંભળ્યું, મગનભાઈએ દેવાળું કાઢયું.' કાં તો, “ફલાણાને નોકરીમાંથી રુખસદ
ચાર સાધન - ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org