________________
જન્મમરણની તૃષા શાન્ત થઈ જાય. શાંતિ થઈ જાય. આનંદ-આનંદ છવાઈ જાય. દર્શનરૂપી અમૃતપ્યાલો મળતાં જીવનની તરસ છીપી જાય સંતોષ થઈ જાય. આ તરસ કઈ ? અંગ્રેજીમાં કહે છે એવી Dry thirst નથી કે જેમાં પીઓ પીઓ તો પણ અશાંતિ ને અસંતોષ રહ્યા કરે. જાણે પીધું જ નથી એવું લાગ્યા કરે. પણ આ દર્શનઅમૃત પીઓ ને ટાઢક વળી જાય, સંતૃપ્તિ થઈ જાય. પછી બીજું કંઈ જ પીવાની જરૂર ન રહે. આ દર્શનનો અમૃતપ્યાલો આનંદઆનંદ છલકાવી જાય.
તૃષા લાગી છે. શેની ? અમૃતપાનની. પણ છતાં તું તો ઝેરનું જ પાન કરે છે. આખું જગત અમૃતપાન મૂકીને ઝેરનું પાન કર્યા કરે છે. ખૂબી તો એ છે કે, અજ્ઞાનના અંગે એ ઝેરના પાનમાં સુખ માન્યા કરે છે. પણ એ તો વિનાશકારી છે. ઝેરમાં તે સુખ હોય ? અમરતા તો અમૃતપાનથી જ મળે ને ? માટે, અમૃતપાન શોધો. આનંદઘનજી મહારાજ કહે છે : ‘દર્શન-દર્શન કરતો હું બહારના જગતમાં ફરું છું ત્યારે જ્ઞાનીઓને રણમાં ઝાંઝવાનાં જળ માટે દોડતા-રખડતા રોઝ જેવો હું લાગું છું', રોઝ પાણી પાણી કરતાં રણમાં ઘૂમતાં હોય છે.
આ દર્શનરૂપી અમૃત ક્યારે મળે ? ચિત્તના ઊંડાણમાં ઊતરે ત્યારે. સરોવરના જળના તરંગો જ્યારે શાંત થઈ જાય છે ત્યારે જ તળિયે પડેલ વસ્તુનું સ્પષ્ટ દર્શન થાય છે. એમ જ ચિત્તના તરંગો શાંત પડે, ઓછા થઈ જાય ત્યારે દર્શન થાય. અને તો જ આંતરદશા સુધરે અને આંતરદશા સુધરતાં યોગ લાધે.
યોગ લાધવો સહેલો નથી, એને માટે ચિત્તની વૃત્તિઓના નિરોધની આવશ્યકતા છે. ચોક્કસ વસ્તુઓમાંથી મુક્તિ મેળવવાની રહે છે. કઈ વસ્તુમાંથી ? તો કહે કે-~
ખાના, પીના, સોવના, મિલના, વચનવિલાસજ્યોં જ્યોં પાંચ ઘટાઈએ ત્યોં ત્યોં ધ્યાનપ્રકાશ.
ઉપરની પાંચે ચીજો ઓછી કરવાની જરૂર છે.
પહેલું છે ‘ખાના'. ખાવાની લપ કેટલી બધી કરી મૂકી છે ! આગલે દિવસે સાંજે મનભાવતાં ભોજન પેટ ભરીને અરે, ભાવતાં ભોજન હોય તો ભૂખ કરતાંય વધુ જમીને કરેલાં હોય છે. તો પણ સવાર પડતાં જ પૂછે : ‘ચાની સાથે શું બનાવ્યું છે ? ખાખરા છે ? કંઈ ગરમ ગરમ ફરસાણ બનાવો ને ! ચટણી-અથણાં તો આપો ! બિસ્કિટ કે સેન્ડવીચ હશે તો ચાલશે !
Jain Education International
—
૨૬૨ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org