________________
બુદ્ધને એક ભક્ત પૂછ્યું : “ભત્તે ! જીવન કેવું હોવું જોઈએ ? એમણે કહ્યું : “સારંગીના તાર જેવું. શિથિલ પણ નહિ, કઠણ પણ નહિ.” તાર શિથિલ હોય તો સંગીત નીકળે ? ના; તેમ તાર કઠણ હોય તો સૂર આકરા નીકળે. તાર મધ્યમ જોઈએ. તેમ જીવન પણ ન ભોગમાં હોય, ન નિરસતામાં હોય. એ ભક્તિમાં સહજ પ્રસન્ન હોય.
ભગવાન મહાવીરે કહ્યું છે: “જીવન આંબા જેવું હોવું જોઈએ.” આંબો મીઠો મધુર છે. મધુરતા વર્ષાવી ચાલ્યો જાય છે. દુનિયાની કટુતા, કજિયાને એ પચાવી લે છે. તેમ માણસે જીવનની કટુતા સમતામાં ઓગાળી મધુરતા સર્જવાની છે; ચંડકૌશિકના ઝેરને પચાવી દૂધની ધારા વહાવવાની છે.
અહીં આવવા માટે પ્રારંભમાં તમે મારો આભાર માન્યો. પણ એ તો મારું કર્તવ્ય છે. મેઘ જેમ ધરતીના પ્રત્યેક ખૂણે વર્ષે છે, તેમ સાધુએ પણ સ્થળે સ્થળે જઈ ધર્મવર્ષા કરવાની છે. મેઘ વિના બોલાવે આવે છે, જ્યારે તમે તો ઊલટા મને બોલાવવા આવ્યા હતા. એમાં આભાર શો ? કોઈ પણ જાતના ભેદભાવ વિના, મેઘ જળ વર્ષ છે. સૂર્ય પ્રકાશ આપે છે, અને વાયુ હવા આપે છે. જ્ઞાનીઓનાં વચન દુનિયાના કલ્યાણ માટે જ છે. વિના મુલ્ય જ જ્ઞાનની ધારા વહાવવાની છે. બીજા દેશોમાં જ્ઞાન વેચાય છે. ડેલ કાર્નેગી તો વ્યાખ્યાનની ટિકિટ રાખતો, અને એમાં લાખો કમાતો. પણ આ દેશમાં જ્ઞાન અમૂલ્ય છે. સૂર્યના પ્રકાશનું બિલ મહિનો થાય અને આવે તો શું થાય ? ગરીબો તો મરી જ જાય ને ? પણ યાદ રાખજો. અમૂલ્ય વસ્તુઓ, વિના મૂલ્ય જ મળે છે. અંતરને ધોઈ ઉજ્વળ કરનાર ભક્તિ, એ પણ અમૂલ્ય વસ્તુ છે. તે અહીં વિના મૂલ્ય મળે છે. આ ભક્તિરૂપી ન્યાયાધીશ, જીવનનાં બધાં જ કાર્યોને ન્યાય આપે છે. આ અમૂલ્ય ભક્તિનાં નીરથી આપણા અંતર ધોઈ, ચિત્તને કુંદન જેવું ઉજ્વળ કરીએ તો આજનો પ્રસંગ ધન્ય થાય.
આપણા સૌના હૃદયમાં ભક્તિનું આવું માધુર્ય આવે તો આપણો જન્મારો સફળ થઈ જાય.
૨૬૦ : ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org