________________
ડોલાવી શકો તેમ છો. તમે મને દુર્બળ જાણી હાથ મરોડી ચાલ્યા જાઓ પણ તમે જો મારા અંતરમાંથી ખસો તો હું તમને મર્દ કહું ! ભલે તમે ખસી જાઓ પણ તમારી તેજોમય મૂર્તિ તો મારા હૈયામાં છે. અંતરના અણુએ અણુમાં છે. અંતર જો પોતાના હાથમાં છે, તો ભક્તિ અંતરને ભીનું ભીનું કરે છે. ભીના હૃદયમાં ભગવાનના ભાવો ઊભરાય છે. એવા હૃદયમાં શુષ્કતા કે કઠોરતા આવતી નથી. ભગવાનને યાદ કરીને એ ભાવથી રડી પડે છે.
ભક્તને અયોગ્ય કાર્ય કરતાં આંચકો લાગે છે. ખરાબ કાર્ય થઈ જતાં, ભગવાન મારી પાસેથી ખસી જાય છે, એવો એને અનુભવ થાય છે. દુનિયામાં કોઈ ન જાણે, પણ અંતર્યામી તો બધું જ જાણી રહ્યો છે. દુનિયાનો સુપ્રીમ જજ તે તમારો આત્મા છે, અને તે ભક્તહૃદયના સિંહાસન પર બેઠો છે.
ભક્તનું હદય નીતિમય હોય છે. એક બાજુ કર્મ અને બીજી બાજુ જ્ઞાન હોય છે. જ્ઞાનથી પ્રકાશ અને કર્મથી ગતિ મળે છે. ભક્તિ વચમાં શોભે છે, ને અવલોકન કરે છે, એટલે ભક્તિને વચમાં રાખી છે. આમ જ્ઞાન અને કર્મ સાથે ભક્તિ તો હોવી જ જોઈએ.
એક સામાજિક કાર્યકર ભાઈ હતા. કામ બહુ કરે, પણ કડવી બદામ ખાધી હોય તેવું સાંજે તેમનું મોં હોય. એક વખત એ પસાર થતા હતા. રસ્તામાં એક વણજારણ બાઈ, ઘંટી દળતાં ભજન ગાઈ રહી હતી. પેલા ભાઈ ઊભા રહ્યા અને પૂછ્યું : “બહેન, તમને એક વાત પૂછું ? તમે કામ કરતાં ગાઓ છો શું કરવા ? દળતાં ગાવું અને ગાતાં દળવું આ બે કામથી થાક ન લાગે ? મૂગાં મૂંગાં દળો તો થાક ઓછો લાગે ને !''
વણઝારણે કહ્યું : “ભાઈ ! ગીત વગરનું કાર્ય એ તો વૈતરું કહેવાય. શ્રમમાં સંગીત હોય તો એ કાર્યમાં ભાવ આવે. સંગીતમાં શ્રમ હોય તો મન ઉજ્વલ થાય. ગીત વગ૨નો શ્રમનો રોટલો તો કૂતરાને નાખીએ તો એ પણ ખાઈને ભસવા લાગે, બટકાં ભરે. ગીત વિનાનું કામ એ તે કંઈ કામ છે ?'' આ સાંભળતાં પેલા ભાઈને તત્ત્વ સમજાઈ ગયું.
આજે માનવ બચકાં ભરતોને ભસતો સંભળાય છે, કારણ કે એની પ્રવૃત્તિ પાછળ કોઈ સંગીત નથી. એ માત્ર સત્તા અને શ્રીમંતાઈની પાછળ જ દોડી રહ્યો છે.
જ્ઞાન અને કર્મ સાથે ભક્તિનું માધુર્ય આવી જાય ત્યારે જ એમાંથી કાર્યનો સંવાદ પ્રગટે છે. જીવન કાંઈ વૈતરું નથી, સંવાદ છે. સાચો ધર્મ સંવાદમાં છે. જેમ તંબૂરાનો તાર સંવાદમાં હોય છે તેમ જીવનનો તાર પણ સંવાદમાં જોઈએ .
Jain Education International
ચાર સાધન : ૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org