________________
તે ભગવાનનું સ્મરણ, ચિંતન કરતો, પ્રભુગુણ ગાતો, ચાલ્યો જાય છે. એનું મન ભક્તિના પાનથી તૃપ્ત બને છે. વિષયોથી કોઈ તૃપ્ત થયો હોય તેવું નહિ મળે. અતૃપ્તિ એ સૂકી તરસ છે. એ જાગે તેનામાં, ચિંતન-સ્મરણ ન મળે; તેના ચિત્તમાં ન મધુરતા કે સુંદરતા મળે. બધું જ લૂખું લૂખું જાણે ધગધગતો તવો. જે મળે તેને એ બાળીને ભસ્મ કરે.
સુરદાસ ચાલ્યો જાય છે. માર્ગમાં ખાડો આવે છે. પણ એ ભક્તિથી તરબોળ છે. વિશ્વાસ એને દોરી રહ્યો છે. તેવામાં કોઈ દિવ્ય હાથ આવીને તેને પકડીને દોરે છે. એ હાથનો સ્પર્શ જ દિવ્ય અને નાજુક છે. એ હાથ, માયાથી કઠોર અને રંગરાગથી શિથિલ નથી. એ હાથ જુદો છે. કદાચ તે સરકી જશે. તેમ ધારી સુરદાસે તેને ખૂબ મજબૂત પકડી રાખ્યો. અંતર્યામી જાણે છે કે આ મને પકડવા માગે છે. પણ એ પકડાય ? ખાડામાંથી પેલે પાર ઉતારી, એ હાથ સરકાવી લે છે, છૂટી જાય છે, કા૨ણ કે તે બળવાન છે. સુરદાસ ખાલી હાથે રહ્યા. હૃદય ભરાઈ આવ્યું. ઘણી સાધના પછી આ હાથ મળ્યો હતો, તે પણ ચાલ્યો ગયો.
જ્યારે મળેલું પરમતત્ત્વ ચાલ્યું જાય છે, ત્યારે ભક્તોની દશા આવી જ હોય છે. ભક્ત રડતો હોય તો, તેને દુનિયા પાગલ કહે છે. પણ એવા પાગલો જ આ પરમતત્ત્વ પામે છે. રૂપિયાનાં કાગળિયાં ગોદરેજની તિજોરીમાં હોય છે; ભક્તિ હૈયાના અંતરમાં છે.
દુનિયામાં ઘી-દૂધ બધું મધુર છે, પણ મન જેમાં લાગે તેના જેવું મધુર એકેય નથી.
હાથ છૂટતાં સુરદાસ કહે છે : “ક્યાં જાઉં ? ક્યાં પોકાર કરું ? બધા પૂછે છે : 'શું ખોવાયું ? તે કહે છે : ‘૫૨મતત્ત્વનો સ્પર્શ ગયો.' ત્યારે પૈસા ગણનાર કહે છે : “ગયો તો ગયો. એમાં શું ખોયું ? પૈસા કે પત્ની તો નથી ગયાં ને ?' પૈસાના આવા પૂજારીઓને પેલા પ્રેમની પાગલ રીત કેમ
સમજાય ?
ભક્ત વિષયોને ઝેર માને છે. એમને મન એ તુચ્છ વસ્તુ છે. એને તો ગમે છે પરમતત્ત્વ. એમાં જ એ રમે છે. તેના સિવાય કોઈ વસ્તુમાં એનું મન લાગતું નથી.
એક દૃષ્ટાંત કહું ? એક સ્ત્રી હતી. તેનો પતિ બાર વર્ષે પરદેશથી આવે છે. તેનાં સાસુ-સસરા દીકરાને લેવા જાય છે, પણ બાઈને ઘેર રાખી જાય છે. પણ તે બાઈ જલદી જલદી કામ પતાવી એક પગદંડીએ તે પતિને નિહાળવા દોડી જાય છે. રસ્તામાં બાદશાહ અકબર એક સુંદર ગાલીચો પાધરી, નમાજનો
Jain Education International
ચાર સાધન ૨૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org