________________
જુદા દેખાય છે, પણ એ મોક્ષનાં જ સાધન છે. જીવન એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ. ત્રિવેણીનો સંગમ. આ ત્રણના મિલનથી સંગમનું તીર્થ બને છે. ગંગાયમુના અને સરસ્વતી જુદી નદી કહેવાય, પણ સંગમ થાય ત્યાં ત્રિવેણી તીર્થ બને છે. એક જ સાધનને વળગેલા માણસો, આજે એકબીજાની વસ્તુને વખોડે છે. સાધના કરવાને બદલે, કલહ અને કંકાસમાં એમનું જીવન ચાલ્યું જાય છે. જ્ઞાનવાળો, ભણેલો જો કોમળ-ભીનો-આર્દ્ર ન હોય તો એના હૈયામાં ધર્મવૃક્ષ ઊગતું નથી. જ્ઞાની તો ભક્તિ અને ભાવથી ભરેલો હોવો ઘટે. ભક્ત પોતાનો સમય રાગમાં ન કાઢતાં, ત્યાગમાં વિતાવે છે. અહીં બેઠેલાં ભાઈ-બહેનો અહીં ભક્તિ માટે ભેગાં થયાં છે. નહિ તો સિનેમામાં જાત અને ત્યાં પાપ બાંધત. જ્યારે અહીં પ્રભુના ભજનમાં ચિત્તને આનંદ આપી, ભાવ દ્વારા એને ઉન્નત બનાવે છે.
ભક્તિની શક્તિ માણસના હૃદયને ભીનું અને કોમળ બનાવે છે. સુરદાસનું દૃષ્ટાંત તો સૌ કોઈ જાણો જ છો ! તે કહે છે : “આંખ વિનાના મને, તો ધણી આંખવાળો દોરી રહ્યો છે.' આજે તો અંધના અકસ્માત ઓછા થયાં છે, પણ દેખતા લપસી લપસીને પડી રહ્યા છે ! માનવીના જીવનમાં કેટલા અકસ્માત છે ? રસ્તા પર પડે તો તેને કોઈ ઊભોય કરે, પણ જીવનમાંથી પડે તો એને કોણ ઊભો કરે ? આ માટે વિશ્વાસ-શ્રદ્ધાની આંખની જરૂર છે. વિશ્વાસ બહુ મોટી વાત છે. વિશ્વાસે દરિયામાં વહાણ ચાલે છે. શ્રદ્ધા વિના ક્યાંય ચાલતું નથી.
મારી પાસે એક સુધારક ભાઈ આવ્યા. તે કહે : “મહારાજશ્રી અમે શ્રદ્ધામાં માનતા નથી. અમારે તો (ફીગર અને ફેંસ) આંકડા અને દાખલા જોઈએ.” મેં તેમને કહ્યું : “સંસારમાં મેં એકેય એવો માણસ જોયો નથી કે જે શ્રદ્ધા રાખ્યા વિના જીવી શકે. તમે જ્યારે બસમાં બેસો છો ત્યારે તમે ડ્રાઇવરને ઓળખો છો ?” તો કહે, ‘ના’. ત્યારે બસો રૂપિયાના પગારદાર ડ્રાઇવર પર તમારી જિંદગીનો વિશ્વાસ તમારે મૂકવો પડે છે ને ! તે ડ્રાઇવર પર વિશ્વાસ ન હોય તો તમે બસમાં ન બેસી શકો. તે જ રીતે વિશ્વાસ રાખી તમારા રૂપિયા બેંકમાં મૂકો છો. વિશ્વાસ રાખી રસોઇયાની રસોઈ ખાઓ છો. વિશ્વાસ રાખ્યા વિના ક્યાંય ચાલી શકતું નથી. તમે વિમાનમાં જાઓ છો ત્યારે તમારી આખી જિંદગી વિમાનીને સોંપો છો; તો પછી ધર્મગુરુ અને ભગવાન પર શ્રદ્ધા ન રાખો તો કેમ ચાલે ?''
પરમ-તત્ત્વના દર્શક, એવા ગુરુ તો દીવો છે. ગુરુ દેવતા છે. દીપકના આધારે જ અંધકારની પેલે પાર જવાય છે. સુરદાસમાં શ્રદ્ધાનો એ દીવડો હતો.
૨૬ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org