________________
મન થાય છે. એને પોતાનામાંથી કંઈક આપવાનો, ત્યાગ કરવાનો વિચાર જાગે છે.
આવા વિચારોને સતેજ કરવા, જાગ્રત કરવા માટે આ પર્વો છે. પર્વો માનવના આત્માને ઢંઢોળવામાં નિમિત્ત બને છે. આ પર્વના ઉત્સાહમય વાતાવરણ દ્વારા માણસમાં પણ ઉલ્લાસ જાગે છે અને શુદ્ધ સ્વરૂપ તરફ વાળવા પ્રેરણા મળે છે.
વિશાળ ગગનના મંડપ નીચે જેમ પ્રાણી માત્ર છે, તેમ તમે આજે આ મંડપમાં જાતના, ભાષાના, પ્રાંતના અને વાડાના ભેદભાવ ભૂલી જે પ્રેમથી અને મૈત્રીથી મળ્યા છો, તે જોઈ સૌને આનંદ થાય છે. પણ મને તો વધારે આનંદ ત્યારે થશે કે તમે જે પ્રેમભર્યો વ્યવહાર માણસો સાથે આજે દાખવ્યો છે, એવો પ્રાણી માત્ર પ્રત્યે સદાય દાખવો. આ દિવસોમાં થતી હિંસા અટકાવવામાં તન, મન અને ધનથી સાથ અને સહકાર આપો અને પ્રતિજ્ઞા કરો; તો આજનો આ સમય ધન્ય અને અમર થઈ જાય...
૨૫૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org