________________
સત્સંગ વધારી આત્મનિરીક્ષણ તરફ વળો. તમે તમને, અને તમારા કામને જોતા થાઓ, પૂછતા રહો કે, હું માનવ છું તો આજે મેં માનવને શોભે તેવું શું કર્યું ? તમારે ખુદને આ પ્રશ્ન પૂછવાનો છે. ખુદ એટલે ખુદા - આ ખુદ તેનું જ નામ ખુદા. ખુદને સમજે તે આત્મા ખુદા છે. ખુદ પોતાને જોનારો, બીજાની સારી વસ્તુ જોઈ રાજી રાજી થવાનો. એનું મન મૈત્રીથી છલોછલ ભરેલું રહેવાનું. એની આંખમાંથી અમી ટપકવાનું. આજે લોકો કેવા માનસના થતા જાય છે. સુખીને જોઈને બળ્યા કરે. કહે : “કાલે અહીં રખડતો હતો, નોકરી કરતો હતો, આજે મોટરમાં જાય છે.' આ બળતરા શા માટે ? આમ દુ:ખી થવાથી કાંઈ વળતું નથી. સુખીને જોઈ આમ થાય અને દુ:ખીના પ્રત્યે તિરસ્કાર કરે. આ જમાનાનું એ માનસ છે.
આજે નિંદા કેટલી વધી ગઈ છે ? કોઈ આગેવાન થાય કે જરા મોટો થાય તો બીજા તેની નિંદા કરીને તેને નીચે પાડવા પ્રયત્ન કરશે. પણ આમાંથી એ શીખો કે કોઈનોય ઉત્કર્ષ થાય તો તેની નિંદા ન કરો. આંખમાં અમી ભરો, કારણ બાજુમાં તળાવ હશે તો કોઈ વાર પવાલું પાણી ભરીને પીવા કામ લાગશે.
સભામાં અકબર કહે : “હું પાટિયા પર એક લીટી દોરું છું, તેને ભૂસ્યા વિના, તેને અડક્યા વિના, નાની બનાવો.” બધા કહે “નાની બનાવવી હોય તો પોતે ફેરવવું પડે, તેને જરા ભૂંસવી પડે.” બધા જ ભેંસનારા છે ! ઈર્ષાનો સ્વભાવ છે કોઈ દોડે તો તેનો પગ પકડવો અને પાડવો. પછી બિરબલ ઊભો થયો. પાટિયા પાસે ગયો. અકબર કહે : “મારી લીટીને સંભાળજે.” બિરબલે ચોક લીધો ને કહ્યું : “મારા પર વિશ્વાસ રાખો. હું તમારી લીટીને અડીશ પણ નહી." બિરબલે તે લીટીની બાજુમાં એવડી મોટી લીટી દોરી કે તેની સરખામણીમાં અકબરની લીટી નાની થઈ ગઈ. સાવ નાની, જાણે વિરાટ પાસે બટુક ! સિદ્ધાંત આ છે. તમારી લીટી મોટી બનાવો. તમે કોઈનેય ગાળ દઈને એને નાનો ન બનાવો. તેમ કરતાં તો માણસ પોતે જ નાનો બને છે.
જેન હૈયામાં મૈત્રી હોય તે બીજાનો વિકાસ અને પ્રગતિ જોઈને રાજી થાય છે અને દુ:ખીને જોઈ એના હૈયામાં કરુણાનો સ્રોત વહે છે. એ ભોજન કરતો હોય ત્યારેય એને ભૂખ્યા જીવોનો વિચાર આવે. શિયાળામાં એ સુંદર પથારીમાં ઓઢીને સૂતો હોય ત્યારે, એને માર્ગ પર ટાઢમાં ધ્રૂજતો, ટૂંટિયું વાળીને પડેલા આત્માઓ સાંભરી આવે અને આરામથી છાયામાં બેઠેલ હોય ત્યારે, તાપમાં શ્રમ કરતાં ગરીબો એને યાદ આવ્યા વિના ન રહે. કારણ ? એ માણસ છે. માણસને દિલ છે, એનું ચિત્ત દ્રવે છે અને એને કંઈક કરવાનું
ચાર સાધન ર૫૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org