________________
રહો. ન બોલતાં આવડે તો મૌન રહેવું એ સુજ્ઞનું કર્તવ્ય છે. માટે જ ત્રણે લોકરૂપી ભાલમાં, તિલક સમાન થવા ચોથું સાધન વાણી કહ્યું છે. વાણી એ માણસનું ભૂષણ છે. આ આભૂષણથી માણસ શોભે છે. આના દ્વારા એ ઘણાને સહાયક બની શકે છે; ઘણાને શાતા આપી શકે છે; ઘણાને પ્રેરણા આપી શકે છે. વાણી દ્વારા એ ઊંચામાં ઊંચા સ્થાને પહોંચી શકે છે. માટે વાણીને વિચારીને વિવેકના વસ્ત્રથી ગાળીને વાપરવી.
તમારી પાસે વિદ્યા ઓછી હશે તો ચાલશે, પણ વિવેક ઓછો હશે તે નહિ ચાલે. ધન ઓછું હશે તો ચાલશે પણ વાણી ઓછી હશે તે નહિ ચાલે.
આપણા માટે આ શ્લોકમાં એ જ કહ્યું છે : માનવી પાસે દાન માટેની લક્ષ્મી હો; સુકૃત માટે વિદ્યા હો; પરબ્રહ્મ માટે ચિંતા હો; અને પરોપકાર માટે વાણી હો.
આ ચાર ભેટ જે માનવી પાસે છે – હશે એ માણસ ત્રણે ભુવનમાં તિલક સમાન ગણાશે.*
* (મરીન ડ્રાઇવ પર ર -૧૧- ૬૩ થી ૨૭-૧૧-૩.૩ સુધી આપેલ મનનીય પ્રવચન.)
ચાર સાધન * ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org