________________
માટે આપણે ત્યાં માફી, ક્ષમા ને મિચ્છામિ દુક્કડં વપરાય છે.
ઇતિહાસના પાનાં વાંચતાં કે સાંભળતાં તમે એવું ક્યાંય જાયું છે કે મૌનથી ક્યાંય ઝઘડો થયો હોય ? લોકો કહે છે કે મહાભારતનું યુદ્ધ જુગારમાંથી ઊભું થયું, પણ હું તમને યાદ આપવા માગું છું કે બોલતાં આવડ્યું નહીં, એટલે એ ઊભું થયું !
- દુર્યોધન ઉતાવળથી મહેલમાં પ્રવેશ કરે છે. સામે બારણું છે એમ કલ્પી, એ અંદર જવા જાય છે, ત્યાં એ કાચ સાથે અથડાઈ પડે છે. જે દરવાજો કપ્યો, એ કાચ હતો. તેમાં બારણાનું પ્રતિબિંબ હતું. આમ એ ભ્રમથી અથડાઈ પડે છે.
તે પાછો ફરે છે. દ્રૌપદી, સામે ઝરૂખામાં ઊભી છે. તે આ બનાવ જોઈને હસી પડે છે, અને વ્યંગમાં કહે છે : “આંધળાના દીકરા પણ આંધળા જ હોય ને ?'
દુર્યોધનને થાય છે, આ તો દ્રૌપદી દ્વારા મારું અને મારા વડીલોનું અપમાન થયું ! માણસ જીવનભર પોતાના અપમાનને યાદ રાખે છે. માણસ મરે છે, ત્યારે પણ એ અપમાનને યાદ કરતો કરતો મરે છે. આમ તેનું વેર પરંપરાએ પણ બંધાય છે. ઈ. સ. ૧૯૧૮માં જર્મનીને જો ગુલામ ન બનાવ્યું હોત, તો હિટલર ન પાકત. હિટલર એ અપમાનની ખેતીનો પાક છે, વેરનું પરિણામ છે.
સામાને નમાવીને સમાધાન ન કરતા. તેમાં તમે જીત્યા એમ માનો છો, પણ યાદ રાખજો કે, કોઈને પાડીને તમે ઊભા નહીં રહી શકો. તમારાથી બીજો કોઈ બળવાન નીકળશે, ને એ તમને પાડશે. એટલે પ્રભુ મહાવીર કહે છે : પ્રેમના વારિથી ક્રોધને ધુઓ – ૩પસન ઢોરમ્ !
દ્રોપદીના શબ્દથી વેરનાં બીજ વવાય છે ને તેમાંથી મહાભારત નીપજે છે. અપમાન એ ડંખ છે. તે સહેલાઈથી પિગળતો નથી. વેર લઈને જ એ શાંત થશે. એ તો આત્માને, કઠોર પથ્થર જેવો બનાવે છે.
દુર્યોધનના કપાળમાં ચોટ લાગી છે. એ એણે સહી લીધી, પણ દિલમાં લાગેલા વાણીનાં તીર એ સહી ન શક્યો. એણે ત્યાં જ મનમાં સંકલ્પ કર્યો – “મને આંધળાને દીકરો કહે છે, તેને નિર્વસ્ત્ર ન કરું તો હું દુર્યોધન નહીં !
ભગવાનને ચંડકૌશિક ડંખ મારે છે. શરીરમાંથી ધારા વહે છે. જવાબમાં પ્રભુ ઉગ્ર બનતા નથી. વાણીના પ્રહારો કરતાં નથી. શાંતિથી “બુઝ બુઝ” કહે છે. ભગવાન સર્પને પ્રતિબોધવા, શાંત કરવા અમૃતવાણી વરસાવે છે. ત્યારે તે માથું નમાવી, શરણું સ્વીકારી, જીવન માટે અણસણ લે છે.
૨૪૪ ક ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org