________________
તો કંઈકના ઉદ્વેગ, પતન અને વિનાશનું નિમિત્ત પણ બની બેસે છે. માટે આપણે વિચાર કરવાનો છે કે ભાષા કેમ વાપરવી ?
તમે જાણો છો કે સારી અને કીમતી વસ્તુ ઉપર ચોકી હોય, પહેરો હોય; આ ભાષા પર પણ તેમ જ છે. બત્રીશ તો દાંત રૂપી જેના ચોકિયાત છે અને બે હોઠ રૂપ જેની આસપાસ કિલ્લા છે, એવી જીભમાં ભાષા છે. ભાષા કેવા રક્ષણ નીચે છે !
કાંટો, વીંછી કે સર્પ જે ન કરી શકે તે આ ભાષા કરી શકે છે. સર્પનું ઝેર ઉતારી શકાય, પણ જીભના ડંખનું ઝેર કાતિલ છે. આ ઝેર તો ભવોભવ ચાલે. એટલે મહાપુરુષો કહે છે કે પરોપકાર માટે વચનનો વ્યવહાર કરજો !
વિવેકી કરતાં, અવિવેકી માણસો ઘણા છે. તે એવું બોલે કે આપણને સાંભળતાં પણ શરમ આવે. એ પણ માણસ છે, છતાં એમના મગજમાં આવી ખરાબ વાતો કેમ આવી ? એમની વાણીમાંથી આવા ખરાબ શબ્દો કેમ ઝર્યા ? તે જરા વિચારો.
જીભ તો પવિત્ર વસ્તુ છે. એના પર પ્રભુનું નામ રમે. મા સરસ્વતી એના પર વાસ કરે, અને બ્રાહ્મીનું જ્યાંથી અવતરણ થાય છે એ જ જીભ, આજે કેવી રીતે લોકો વાપરી રહ્યા છે, તેનો શાંતિથી વિચાર કરીએ તો લાગે, કે માણસો જ વાણીના વ્યવહાર વખતે, વિવેકને અને વિચારને વીસરી જાય છે.
તમારી જીભથી તમે તમારું ને પારકાનું ઘણું ભલું કરી શકો છો. આ જીભ વડે સારું ખાઈ શકાય છે, સારું પી શકાય છે ને સારું બોલી પણ શકાય છે. જેવા માણસના સંસ્કાર !
એક દિવસની વાત છે. ઇંગ્લેન્ડથી ખાસ હોશિયાર એક એલચીને હિન્દુસ્તાન મોકલવામાં આવ્યો હતો. અહીં આવી તેણે એ જ કામ કરવાનું હતું, કે હિન્દુસ્તાનના રાજાઓ કેવા છે ? રાજનીતિ કેવી છે ? તેઓમાં સમજણ કેટલી છે ? આ બધું જાણીને એણે ત્યાં જઈ હેવાલ રજૂ કરવો.
અહીં આવીને એ સીધો લખનૌના દરબારમાં બેઠો. એની અંગ્રેજી ભાષા રાજવી જાણતો ન હતો. રાજવીની ભાષા, અંગ્રેજ જાણતો ન હતો; એટલે વચ્ચે દુભાષિયો રાખવામાં આવ્યો. તે અંગ્રેજીનું ઉર્દૂ કહે, ને ઉર્દૂનું અંગ્રેજી કહે.
એ જમાનાના નવાબો નાચમાં, મુજરામાં, નૃત્ય ને મહેફિલોમાં મસ્ત હતા. તેઓને પોતાના રાજ્યની કે પ્રજાની ચિંતા ન હતી. બધુંય કામકાજ રાજ્યના મંત્રીઓ કરી લેતા.
નવાબે ઇંગ્લેન્ડના એલચીને પ્રશ્ન કર્યો : “તમારા રાજાને બેગમો કેટલી છે ?” દુભાષિયો રાજનીતિમાં નિપુણ હતો. તેણે વિચાર્યું કે જો આ પ્રમાણે
૨૪૨ જ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org