________________
છે; “એ મોક્ષ નથી, પણ સુખનો ભ્રમ છે. સાધનનો ટેકો છે. સાધન ખસતાં,
જ્યાં સુખ દેખાય છે, ત્યાં જ દુ:ખ દેખાશે. ઊંડાણથી વિચારશો તો જણાશે કે આ બહારનું સુખ જ દુ:ખનો જનક છે.”
પાણીથી ટાંકી જેટલી ઊંચી હોય, એટલું ઊંચે પાણી ચઢે છે, એ તમે અનુભવ્યું છે. તેમ મનને, ઊંચા વિચારો વડે ઊંચું બનાવીએ તો મગજ સુધી સવિચાર પહોંચે. તન માટે નળનાં પાણી છે, જ્યારે મન માટે જ્ઞાનનાં પાણી છે. વાણી અને પાણી વિના કોઈ દિવસ પવિત્ર થવાતું નથી.
દરેક ગામમાં જવા માટે રાજમાર્ગ-સડકો હોય છે. તેમ મોક્ષની સડક કઈ ? મોક્ષની સડક છે–સમ્યગ-દર્શન,-જ્ઞાન ને ચારિત્ર.
દર્શન એટલે તત્ત્વનો પ્રથમ દૃષ્ટિએ સ્પર્શ. સ્પર્શની સાથે આત્મામાં દિવ્ય ઝણઝણાટી થાય છે. એવા આનંદનો અનુભવ થાય. એ પછી જ્ઞાન. જ્ઞાન એટલે તત્ત્વનું આત્તરદર્શન. વસ્તુનાં બધાં પાસાંઓનું જ્ઞાન. એ જ્ઞાનના, આનંદનો અનુભવ પછી, એ તત્ત્વનું આનંદ-સ્વરૂપે વ્યક્તિમાં સંક્રમણ થવું, તેનું નામ ચારિત્ર.
નયસારની વાત ખૂબ પ્રસિદ્ધ છે. એ જંગલમાં લાકડાં કાપવાને ગયો હતો. બાર વાગ્યાના સમયે ખાવા માટે રોટલો કાઢે છે. ભૂખ તો એવી લાગી છે કે પથ્થર પણ પચી જાય.
• ખાવાની વાત કરો તો બધાને ખાતાં આવડે છે. પણ એ જમાનાના માણસો ખાતાં પહેલા કંઈક વિચારતા હતા. શું વિચારતા હતા તે જુઓ. નવસારે વિચાર્યું – “આ જંગલમાં મને કોઈ અતિથિ મળે તો કેવું સારું ? એકલો ખાઉં, તેના કરતાં આ રોટલાને ભાંગવામાં બીજો કોઈ ભાગીદાર હોય તો ?' પહેલાંના માણસો માનતા કે ખાવું ખરું પણ થોડું બીજાને આપીને, ભાગ પાડીને ખાવું.
નયસાર એ અવસ્થામાં જૈન નથી, પણ માનવ છે. માનવને છાજે એવો એ વિચાર કરે છે.
બધી ઇમારતો આ માનવતાના પાયા ઉપર ઊભી થાય છે. ભલે પછી એને કોઈ ધર્મ કે સગુણ ન કહે ! આવા માનવમાં પછી આપોઆપ શ્રદ્ધા, શ્રવણ ને સંયમ આવે છે.
કોને આપવું ? એ વખતે નયસારને જાતિ-દેશ કે ધર્મનું બંધન નહોતું. એની નજર એક મુનિવર ઉપર પડી. મુનિ સાર્થવાથી છૂટા-ભૂલા પડી ગયા છે. એ સંતને જોતાં જ, એની ચેતનામાં આનંદની ઝણઝણાટી થઈ. આમ તેને એ પ્રથમ ક્ષણે જ દર્શનનો સ્પર્શ થયો.
જાણો છો, સભ્યતા શું છે ? નમન. મુનિને એ જુએ છે ને
ચાર સાધન = ૨૩પ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org