________________
મૈત્રીનો રંગ ન લાગે તો આ જીવન ગંદું-મેલું-અપવિત્ર બની રહે. પછી ભલે એ માનવ, મહા વિદ્વાન પણ કેમ ન હોય !
નાટ્યકાર ડાહ્યાભાઈ, એ જમાનામાં એક શ્રેષ્ઠ ગણાતા સ્નાતક ને નાટ્યકાર. તેમને થયું, હું નાટક લખું છું, સંસ્કારી વાતો કરું છું, પણ મારા પત્રમાં સરસ્વતીને શરમ આવે તેવાં લખાણ, કવિ દલપતભાઈ માટે લખાય છે ! મારા મનના પડદા ઉપર એના માટે કેટલાં વેરઝેર ભર્યા છે ? મારે મારું મન ધોવું જોઈએ.
વ્યાખ્યાન પૂરું થયું, પણ પેલો વિચાર ન અટક્યો. એ ગયા સીધા કવિના ઘર તરફ. કવિ હીંચકા પર બેઠા બેઠા સોપારી ખાતા હતા. તેમણે દૂરથી જોયું તો ડાહ્યાભાઈ ગલીમાં આવી રહ્યા છે ! થોડી વારમાં તો ડાહ્યાભાઈ, કવિ દલપતભાઈના ઘરનાં પગથિયાં ચઢતા થયા. કવિને ક્ષણભર તો ભ્રમ થયો. મારો શત્રુ મારે બારણે ! દીવાથી દીવો પ્રગટે એમ, માનવતાના બેઉના અંતરમાં દીપક પ્રગટ થયા. ઘણાં વર્ષે શત્રુઓની આંખો, મિત્ર થવા માટે ભેગી થઈ. બંને હીંચકા ઉપર બેઠા.
ડાહ્યાભાઈએ વાત મૂકી – “ભાઈ, હું તમને એક વાત કરવા આવ્યો છું. રણક્ષેત્ર પર જ્યારે યુદ્ધ બંધ થવાનું હોય ત્યારે સમરાંગણમાં એક ઝંડી ઊભી કરાય છે, તે ઝંડી સફેદ હોય છે. આ વાત સાચી છે ?'
કવિને, આ વાત કેવું રૂપાંતર લેશે એની કલ્પના ન આવી. ટૂંકમાં તેમણે કહ્યું “હા, વાત સાચી છે.'
ડાહ્યાભાઈએ પાઘડી ઉતારીને સફેદ ઝંડી “ચોટી બતાવતાં કહ્યું : “કવિરાજ, આ ઝંડી આપણા માથે કુદરતે ઊભી કરી. હજુ આપણે વાયુદ્ધ, કર્યા કરીશું ?'
આ ટૂંકા વાક્ય કવિના દિલને હલાવી નાખ્યું.
કવિને ખ્યાલ આવી ગયો. એ ઊભા થયા. ડાહ્યાભાઈને ભેટી પડ્યા. આંખ ભીની થઈ. તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા : “તમે કેટલા મહાન ! ક્ષમા માગવા માટે મારા દ્વારે આવ્યા ? ખરેખર, તમે જીવનના સાચા નાટ્યકાર છો !'
શત્ર મટી ક્ષણમાં બેઉ મિત્ર બન્યા. એ જ કલમ જે વર્ષો સુધી વિરુદ્ધ લખતી હતી, તે હવે સારું લખવા લાગી. પછી તો જીવ્યા ત્યાં સુધી એકબીજા, એકબીજા માટે સારું જ લખતા ગયા. આનું કારણ – જિત પરબ્રા विनिश्चयाय ।
દૃષ્ટિ પલટાઈ જાય તો જીવન પલટાયું સમજો. સમાજમાં પણ દષ્ટિ
ચાર સાધન = ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org