________________
હતો. આવા અનેક આદર્શ રાજા જ્યાં વસ્યા હતા, તેની પ્રજા તો કેવી આદર્શ હોવી જોઈએ ! પણ આજે શી દશા છે !
એસેમ્બલીમાં આજે અદ્યતન કતલખાનાં ખોલવાની વિચારણા થાય છે. ખાદી પહેરેલાઓ એવી સભામાં જઈને તાળીઓ વગાડે છે; પણ યાદ રાખજો, તેમાંયે અહિંસાનું ખૂન થાય છે. જે સિદ્ધાંત ઉપર દેશ આઝાદ થયો તેની એમાં મશ્કરી છે, ઉપહાસ છે.
પશ્ચિમના દેશોમાં વેજીટેરિયન સોસાયટીઓ સ્થપાય છે. વનસ્પતિઆહાર એ શુદ્ધ-સ્વચ્છ ને શાંતિદા છે, એમ તેઓ માને છે. જ્યારે અહીં ઉચ્ચ વિચારસરણી ધોવાતી-ભૂંસાતી જાય છે.
આજે અન્યાય અને ભૌતિકવાદનો પવન ફૂંકાય છે. તે વાદમાં પ્રવેશેલો માનવી, એક સ્થળે બેસી મન કે ચિંતન કરવા તૈયાર નથી. ચિંતન વિનાના નેતાઓના નેતૃત્વમાં રહેલી આવતી કાલની પેઢીને, ભયંકર નુકસાન છે.
સસલું ખૂબ સુંદર, ચપળ ને નાજુક પ્રાણી છે. એ ખૂબ દોડે છે, પણ જ્યારે એ નિર્ભય થવાની કક્ષાએ પહોંચે છે. ત્યારે જ એ આંખ બંધ કરીને બેસી જાય છે. એ માને છે કે મને હવે કોઈ જોતું નથી. પછી એવાને છેવટે શિકારી પકડી લે છે. માણસને પણ એ રીતે મોહનીય કર્મ ઝડપી લે છે. એના પંજામાંથી છૂટવા માટે સતત ચિંતન-મનનની આંખ ખુલ્લી રાખવી જોઈએ.
ચિંતન કરવાથી એકની અસર બીજા ઉપર થાય છે. રેલવેના એક ડબ્બાને જો ધક્કો લાગશે, તો બધા ડબ્બાને લાગ્યા વગર નહીં રહે. મનને ધક્કો લાગ્યો એટલે સમજજો પાંચ ઇન્દ્રિયો ઉપર એની અસર થવાની જ.
એટલા માટે મુનિએ નયસારને કહ્યું : “તમે શાંતિથી વિચારો. જીવનની અટવીમાં ભૂલા પડેલાનું શું થાય ?” પછી મુનિ તેને “નમો અરિહંતાણ' પદનું મહત્ત્વ સમજાવે છે. આમ એ જીવને, તત્ત્વના સ્પર્શ સાથે અનુભવનો પરમ આનંદ થાય છે.
તે વધારે કાંઈ જાણતો નથી, પણ કાંઈક સારું છે, તેટલું તો જાણે જ છે. સૂર્યોદય પહેલાં અરુણોદય થાય, તેમ જ્ઞાન પહેલાં દર્શન થાય છે. દિવ્ય જીવનની આવી ઝાંખી થયા પછી આત્માને બીજું જીવન જ નહીં ગમે.
માજે સમાજમાં કોઈને બ્લડપ્રેશર છે; કોઈને હાઈપ્રેશર, તો કોઈને લો પ્રેશર આવ્યાં છે. રહેવા માટે જગ્યા ને પહેરવા માટે વસ્ત્ર જોઈએ. તે માટે માણસ આટલો હેરાન થાય છે. આ બધું શા માટે, તેનો સાચો ખ્યાલ કોઈને નથી.
થોડીક વાર શાંત થઈને વિચાર કરો તો તમને જીવનનું સાચું મૂલ્યાંકન
ચાર સાધન = ૨૩૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org