________________
ભક્તિભાવથી નમન કરે છે. ગુરુજનોને નમનારો, ભવિષ્યમાં આખા જગતને પોતાને ચરણે નમાવી શકે છે. જુઓને, વૃક્ષો નમે છે એટલે એ ખીલે છે. શું એકેન્દ્રિય એવા વૃક્ષોના ગુણ પણ માણસમાં નહિ રહે ?
સન્મુખ જઈ તેણે કહ્યું, “મહારાજ, મને લાભ આપો.' આહાર, પાણી પતાવી શાંત થયા પછી પૂછ્યું : “મહારાજ, તમે આ અટવીમાં ક્યાંથી ?
મહારાજે જવાબ આપ્યો : “હું સાથીઓથી છૂટો ભૂલો પડ્યો છું.”
નવસારે કહ્યું : “મહારાજ, આ અટવી ભયંકર છે. આમાં જે ભૂલ્યા, તે જીવના ગયા. આ જંગલ વાઘ-સિંહ-હાથીઓથી ભરેલું છે. ચાલો, હું આપને આપના સાથી સાથે મેળવી આપું.”
નયસાર ને મુનિ જંગલ વટાવતા જાય છે. મુનિએ જંગલના અંતે, પર્વતની ધારે એક નાનકડી કેડી ઉપર ઊભા રહી પૂછ્યું – “આ જંગલમાં ભૂલા પડેલાનું શું થાય ? ભૂલા પડેલાનો ભોગ વાઘ અને વરુ લે ને ? તેમ જીવનરૂપી જંગલમાં ભૂલા પડેલાઓને પણ ક્રોધ-માન-માયા-લોભરૂપી પશુઓ ચીરી ખાય છે.'
જંગલમાં પડેલાને તો પંથ મળી પણ જાય, પણ જે જીવનમાં ભૂલા પડ્યા છે, તેમનું તો પૂછવું જ શું ? એમને કોણ સત્ય પંથ સમજાવે ?
જીવનમાં ભૂલા પડેલાને તારવાની-ઉગારવાની આજે ખૂબ જરૂર છે. ધન ને મદની સત્તા પાછળ જે ભૂલા પડ્યા છે, તેઓને સત્ય કેડી બતાવવાની જરૂર છે.
ધર્મની કોને જરૂર છે ? તે વાત પણ આ ઉપરના સંવાદથી સમજાશે. કારણ ગરીબ તો દુ:ખથી પણ કહેવાનો : “હે ભગવાન, હવે મને છોડાવ.” પણ શ્રીમંત ?
મહારાજે કહ્યું : “હે નયસાર ! તેં મને જંગલમાંથી રસ્તો બતાવ્યો, પણ તને જીવનનો રસ્તો કોણ બતાવશે ? ભાઈ, જીવનનો માર્ગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે.' એક સારો વિચાર મનમાં આવે તો એમાંથી અનેક સારા વિચાર જન્મે. પણ આજે સાચા વિચારનો જ દુકાળ છે. તેથી વિચારશૂન્ય પ્રવૃત્તિઓ વધતી જાય છે.
આ ભારતદેશ, જે અહિંસા-ધર્મનો પૂજારી છે. ત્યાં આજે કતલખાનાં ને મસ્યઉદ્યોગ વધી રહ્યા છે. આજે એવો સમય આવતો જાય છે કે માનવી દેડકાંઓની પરદેશ નિકાસ કરી હૂંડિયામણ ઊભું કરવાની ધમાલમાં પડ્યો છે.
જ્યાં મઘરથ અને શિબિરાજ જેવા રાજા હતા, જેમણે પારેવાં માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવી હતી, કુમારપાળ જેવો જીવદયાપાલક રાજા હતો, જે મકોડા માટે પોતાની સુંવાળી ચામડી કાપી દેવા તૈયાર થયો
૨૩૬ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org