________________
પડશે, યુક્તિઓથી એને ગળે એ વાત ઉતારવા પ્રયત્ન કરવો પડશે અને ધીરજ રાખી, તમારે આ કાર્યમાં આગળ વધવું પડશે. તો એક દિવસ એના પર તમારી અસર જરૂર થશે. પણ તમે કહો કે મારે શી પડી છે, મરશે. તો એની દુર્ગંધ રોજ તમને મળશે અને જતે દિવસે તમે નહિ તો તમારા છોકરાઓ ૫૨, એના આહારની અસર પડશે અને તમારા ઘરમાં એ પાપ પ્રવેશશે; માટે આંખમિંચામણાં કર્યો નહિ ચાલે. તમારે જગતમાં રહેવું છે તો આ પરિસ્થિતિ સમજવી પડશે.
સારો વિચારક ને સારો લેખક, દુનિયાના પ્રવાહને પલટાવી શકે છે; સમાજને એ સારા વિચારો આપી મગજને ભરી નાખે છે. હું તો વિચારને સહી (હસ્તાક્ષર) સાથે સરખાવું છું.
લાખ રૂપિયાનો ચેક લખેલો હોય, પણ તેમાં સહી કરી ન હોય તો ? એ કાગળની કિંમત કંઈ જ નથી. જે પેનથી એ અક્ષરો લખ્યા, એ પેનની પણ કિંમત કંઈ નથી. કિંમત તો એ ચેકમાં જે સહી કરે છે, તેની છે. એ સહી ન હોય તો બૅન્કવાળો ઊભા પણ રહેવા ન દે.
આજે વિચારોની જરૂર છે. વિચારો સારા થાય તો માનવી સારું કામ કર્યા વગર રહેતો નથી. એક સારો વિચાર, હજારો માણસોનું મંથન કરે છે, અને અનેક શુભ ભાવનાઓ ઊભી કરે છે.
શ્રી ટિળક વકીલાત કરતા હતા ત્યારની આ વાત છે. એક નવયૌવના તેમની પાસે અરજી લખાવવા આવી. અરજી લખાઈ ગઈ ને યૌવનાને આપી પણ દીધી. પરંતુ એમણે ન જોયું એ નવયૌવનાનું રૂપ કે સૌંદર્ય. પાસે બેઠેલા આસિસ્ટન્ટે પૂછ્યું : ‘આપે એ નવયૌવનાની સામે ઊંચું સરખું પણ કેમ ન જોયું ? શું શરમ આવી ?' ટિળકે જવાબ આપ્યો : ‘એ મારી પુત્રી સમાન હતી. હું તેનું રૂપ જોવા માટે આ નથી ભણ્યો.' આનું નામ તે સુકૃતવિદ્યા. આજે સડક ઉપર માણસો ગાંડાની જેમ જતા હોય છે. એ માને છે કે સારાં કપડાં પહે૨વાથી સમાજ અમને સુસંસ્કારી કહેશે. પરંતુ શર્ટ, પાટલૂન કે નેકટાઈમાં કાંઈ પડ્યું નથી. સદ્ગુણ-સદ્વિચાર અને સુસંસ્કાર જ માનવીનાં ખરાં ભૂષણ છે.
બહારના દેખાવ ઉપરથી માણસનું માપ ન નીકળે. એક વાર હું ચાલ્યો જતો હતો. એક માણસ પક્ષીઓને દાણા નાખતો હતો અને સાથેસાથે વટેમાર્ગુઓને શાંતિથી જવા વિનંતી પણ કરતો હતો. મને થયું કે કેવો ભલો માણસ છે ! પણ પછી ખબર પડી કે એ પારધી હતો. એ માનવી ખરી રીતે
Jain Education International
ચાર સાધન : ૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org