________________
૫૪. ચિત્તન એ પરમ તત્ત્વના વિનિશ્ચય માટે છે
યા બે દિવસમાં આપણે દાન અને ગ વિદ્યાનો વિચાર કર્યો. આજનો વિચાર ચિંતન-મનનનો છે.
મહાપુરુષો કહે છે કે મનન કરે એ મનુષ્ય; પણ મનન શાનું કરવું ? આજે એ શોધવાનું છે. માણસ દરેક વસ્તુને ઇન્દ્રિયોથી જૂએ છે, વિવેકની આંખવાળા મનથી નહીં પણ વસ્તુને ચિન્તનના
ચીપિયાથી જો પકડવામાં આવે તો જ એ ને બરાબર પકડાય.
ઇન્દ્રિયો કેટલું અલ્પ જુએ છે ? પાણીના પ્યાલામાં આંખથી જૂઓ તો શું જ દેખાય ? એકે જીવ દેખાય ? પણ
મેગ્નિફાઇંગ ગ્લાસથી જોશો તો હજારો જીવ દેખાશે. જે આંખ સાધન વિના જોઈ શકતી નથી, એ સાધનથી એને દેખાય; 0 અને સાધનથી પણ જે ન દેખાય, તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય. મહાપુરુષો કહે છે :
ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે; પણ મનથીય ગૂં સૂક્ષ્મ જ્ઞાન છે.
ચાર સાધન - ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org