________________
પક્ષીઓને દાણા નાખવાની સાથે, પોતાની જાળમાં ફસાવવાની પણ ભાવના સેવતો હતો.
તમે દુકાનમાં કોઈ ઘરાક મળવા આવે, તમે તેનો ભાવથી આદર-સત્કાર કરો; પરંતુ આ બધું ઘરાકના જ માથે ને ? પરોપકાર માટે તો નહિ ને ?
માણસ સમાજની લોકકલ્યાણની પ્રવૃત્તિ કરે છે ત્યારે એક મિનિટ પણ સર્વ પ્રથમ પોતાના આત્માને એકાંતમાં લઈ જઈને પૂછે છે કે મારી પ્રવૃત્તિ પાછળ કઈ ભાવના છે ? કારણ, આપણે જ આપણા ન્યાયાધીશ બનવાનું છે; તે પછી બીજાના. આપણે આપણા વિચારના સંશોધક થવાનું છે, ક્રિયાના ચોકીદાર બનવાનું છે. એમ કરશું તો જ જાગૃતિ આવવાની.
વ્યાખ્યાન કે સદ્દવિચાર તમને પલટાવતાં નથી પણ પલટાવવાના વિચાર આપે છે. જ્ઞાન કે વિદ્યા તમને તારતાં નથી, પણ તરવાની કળા શિખવાડે છે. તરવાનું તો છેવટ તમારે જ છે.
બુદ્ધિ દ્વારા, સમજણ દ્વારા જીવમાત્ર સાથે મૈત્રી કરવાની છે. આપણી આંખ, મિત્રની આંખ જેવી હોવી જોઈએ. મિત્રના દોષ, મિત્ર ન કાઢે તો કોણ કાઢશે ? મિત્ર તો મા જેવો હોય; તેને મારો તોય મધુર લાગે. મિત્ર ભૂલ કરે તો આપણું હૈયું બળે. એ સુખી થાય તો આપણે સુખી થઈએ. આવી વિશાળ દૃષ્ટિ કેળવવા માટે જ સુકૃત વિદ્યાનું મહત્ત્વ છે.
પ્રભુ વીર પાસે એવી અદ્ભુત આંખ હતી. એટલે જ તો પ્રભુએ ઇન્દ્રને કહીને, પોતાના પર આવતા ઉપસર્ગને દૂર કરાવ્યા નહીં કે પોતાને પરેશાન કરનારને શિક્ષા અપાવી નહીં. આવી કરુણાદષ્ટિ હતી, એટલે જ ચંડકૌશિક જેવો સર્ષ સુધર્યો.
અર્જુનમાળી સાત માનવીની હત્યા કરનારો દુષ્ટ હતો; છતાં ભગવંત પાસે જ્યારે એ ગયો ત્યારે પ્રભુએ એ જ કહ્યું : “અર્જુન ! તેં તારી ઇન્દ્રિયોને બહેકાવી મૂકી છે. તેનું આ પરિણામ છે ! ઇન્દ્રિયોનો અતિ વ્યાપાર, વિનાશ સિવાય બીજું શું સર્જે ? માટે ઇન્દ્રિયોને ગોપવી. આત્મવિદ્યા પ્રાપ્ત કર.'
વિદ્યા આમ આવાં સુંદર કાર્યો અર્થે જ છે.
૨૩૦ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org