________________
સમય નથી; બધા ધમાલમાં પ્રવૃત્ત છે; કામના ભારથી લદાયેલા છે. એ બધાને પૂછીએ કે આ બધું શા માટે કરો છો ? જીવનનો હેતુ શો ? શા માટે જીવવા માગો છો ? ક્યાં પહોંચવું છે ? ક્યાંથી આવ્યા છો ? તો કોઈને કલ્પના નથી. આજે આ દશા છે.
પેલા રસ્તા પ૨ જનારને આપણે પાગલ માનીએ છીએ; પણ આપણે કેવા છીએ ? જ્ઞાનીઓ આપણી સામે જોઈને વિચાર ફરે છે કે આ બધાને કાંઈ જ ખબર નથી અને છતાં ધમાલનો પાર નથી. ચોવીસેય કલાક પરસેવો પાડીને પ્રવૃત્તિઓ કર્યે જાય છે પણ બંદરનો વિચાર જ નથી.
માટે તેઓ આપણને જણાવે છે કે શાંત પળોમાં આનો વિચાર કરો. આપણે મકાન ચણવા, ઘર લેવા, વસ્તુ કરાવવા બધાનો વિચાર કરીએ છીએ પણ જીવન શા માટે છે, એક એનો જ વિચાર કરતા નથી. જગત છોડીને જવાની વાત કોઈને ગમતી નથી. એવી વાત અપશુકનિયાળ લાગે છે.
પણ આપણે ભૂલી જઈએ કે એ બન્યા વગર રહેતું નથી; એક દિવસ ગયા વગર છૂટકો નથી. આપણે એ ન ગમે તોય, ક્યાં સુધી મૃત્યુને આપણે ઠેલી શકવાના છીએ ? દૂર રાખી શકવાના છીએ ? અંતે એકવાર એ સામોસામ આવીને ઊભું રહેવાનું જ છે.
શિકારી પાછળ હોય ત્યારે સસલું જોરથી નાસી જવા દોડે છે, પણ પછી થાકી જાય છે ત્યારે આંખ બંધ કરીને રસ્તામાં બેસી જાય છે. એ એમ માને છે કે મારી આંખો બંધ છે તેથી હું કાંઈ નથી જોઈ શકતું, એમ શિકારીનેય કાંઈ નહિ દેખાતું હોય. પણ આ એની મૂર્ખતા છે.
માણસજાતની પાછળ પણ આવો કાળનો શિકાર આવી રહ્યો છે અને છતાં મરણનો વિચાર જ આપણે નથી કરતા; નથી કરવા માગતા. ઘણા મર્યા અને ઘણાને વળાવ્યા છતાં આપણને હજી જ્ઞાન થતું નથી.
માટે ઉપા. વિનયવિજય મહારાજે કહ્યું કે જેની સાથે તમે બાળગોઠિયા થઈને રમેલા, એ ગયા; જેને મુરબ્બી ગણી માથું નમાવતા, તે ગયા; જેની સંગે પ્રીત લાગેલી, જેની પાસે બેસી પ્રેમભીની વાતો કરતા, પ્રેમ અનંત યુગ સુધી ચાલશે એમ માની પ્રેમગોષ્ઠિમાં મગ્ન હતા, એ સ્વજનોય ભસ્મીભૂત થઈ રાખની ઢગલી બની ગયા અને છતાં, આપણા માટેનો વિચાર નથી આવતો. આ કેવો પ્રમાદ !
યાદ રાખો કે સૌને વળાવ્યા એમ તમારેય એક દિવસ જવાનું છે. દડામાં ભરેલો પવન નીકળી જતાં જેમ સંકોચાઈ જાય છે તેમ, આત્મા નીકળી જતાં આ દેહ એમ જ ખાલી થઈને પડી રહેવાનો છે. ચેતન જશે, એટલે ચોવીસ
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૨૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org