________________
માણસ વાપરે નહિ અને સદુપયોગ ન કરે તો એનાં સંતાનો ઉડાવે. બાપને રૂપિયાની પણ કિંમત હોય છે, જ્યારે દીકરાને મન દસ રૂપિયા પણ કંઈ નથી. એક શ્રીમંતના છોકરાને મેં કહ્યું : ‘તું માસિક ત્રણસો રૂપિયાનો હાથખર્ચ કેમ રાખે છે ?' તે કહે : ‘ત્રણસો તો મને ઓછા પડે છે. શું કરું, વધારે મને મળતા નથી !' મને થયું, હવે આને સમજાવવાનું વ્યર્થ છે. એને શ્રમ શું છે તે જ ખબર નથી. પછી પૈસાની કિંમત એને કેમ સમજાય ? આ રીતે ‘નાશ'નો સવાલ નજ૨ સન્મુખ આવવાનો જ છે. તો સુખી થવા માટે યોગ્ય ક્ષેત્રોમાં લક્ષ્મીને વાપરી જીવનને સફળ કરવું શું ખોટું છે ? આજ સુધી તો ઘરની ચિંતા સ્વાર્થી બની સહુએ કરી છે, પણ સમાજની કોણે કરી છે ? સમાજ હશે તો તમે કે ધર્મ ટકશે, એટલું ખાસ યાદ રાખજો. આ પ્રસંગે મને નદી ને તળાવની વાત યાદ આવે છે. એક દિવસ તળાવે નદીને કહ્યું : હૈં નદી, તું ઉનાળાના દિવસોમાં સાવ સુકાઈ જાય છે, કારણ કે તું આઠ મહિના વહીને તારું જળ વહેંચી નાખે છે ! પછી તારી પાસે તે વખતે કો૨ી ધગધગતી રેતી જ દેખાય છે. જ્યારે હું પાણી કેવું સંગ્રહ કરીને રાખું છું ! તું તો ખળખળ કરતી પૂરમાં વહી જાય છે; હું તો અહીં જ છું.' નદીએ કહ્યું : ‘તારી વાત સાચી. તું ગમે તેટલું સંગ્રહે પણ ઉનાળામાં તો તારું પાણી પણ સુકાઈ જ જાય છેઃ રહે છે, તો નાનાં નાનાં ખાબોચિયાં ભરાઈ રહે છે. જેમાં જીવજંતુઓ જ ઉત્પન્ન થાય છે. વધારામાં તેમાં પગ મૂકનારા બિચારા તારા કાદવમાં ખૂંચી જાય છે ! જ્યારે ગ્રીષ્મમાં પણ મારી પાસે આવના૨ને હું કંઈ નહીં તો છેવટે નિરાશ તો નથી કરતી. જો થોડો ખાડો ખોદે તો હું વીરડીનું મીઠું પાણી આપીને તેને તૃપ્ત કરું છું !'
નદી ને તળાવની આ વાત યાદ રાખવા જેવી છે. તમારું પુણ્ય ન હોય તો તે તમે ભોગવી નહીં શકો. કુદરતે ઘણું આપ્યું હોય પણ દાનમાં વાપરો નહીં, પોતે ભોગવો નહીં તો તે શા કામનું ? દાન કરવામાં પણ પુણ્ય જોઈએ. માટે સરોવર નહિ, સરિતા બનો.
5
એ દિવસ હેમચંદ્રાચાર્ય મહારાજ પાટણ પધાર્યા. રાજા કુમારપાળે ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી ગુરુવર્યનું સામૈયું કર્યું. આચાર્યશ્રીના શરીર પર થીગડાવાળું ખાઈ.નું વસ્ત્ર હતું. ઉપાશ્રયમાં પ્રસંગોપાત્ત વિનમ્રભાવે કુમારપાળે ગુરુવર્યને કહ્યું. આપને મારા જેવા અનેકાનેક ભક્તો છે. સમાજના ઉપર આપનો અનન્ય ઉપકાર છે છતાં આપના શરીર ઉપર આવું જાડું થીગડાંવાળું વસ્ત્ર જોઈ અમને શરમ આવે છે. મને આજ્ઞા આપો, હું આપની સેવાનો લાભ ઉઠાવું.' આચાર્ય મહારાજે જવાબ આપ્યો...હે રાજન, હું થીગડાંવાળા કપડાં
Jain Education International
ચાર સાધન : ૨૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org