________________
પહેરું એ તને ખટકે છે, પણ તારા સમાજના કેટલાક સાધર્મિક બંધુ, અન્ન અને વસ્ત્ર વગર ટળવળે છે, તેનો તે વિચાર કર્યો ?'
જેમ શરીરમાં આત્મા બેઠો છે, ને આત્મા શરીરની સંભાળ રાખે છે, તેમ સમાજમાં આવા આત્મવાન માણસો જોઈએ, જે દાન ને ધર્મથી સમાજને સુખી રાખે. આજે સમાજ અને માણસો વચ્ચે અસમાનતાની દીવાલ ઊભી થઈ છે, જેને દૂર કરવાની જરૂર છે.
આજે મુંબઈ જેવાં શહેરોમાં પચાસ રૂપિયા લઈ સુખ-સગવડ સાથે ખાવાનું આપનારી હોટલો મળશે, પણ તમને પ્રેમ-ભક્તિ કે સાધર્મિક બંધુનું સગપણ જોવાનું નહિ મળે. એક રોટલામાંથી અડધો રોટલો બીજાને ખવડાવવાની ભાવનાવાળાને જ, સ્વાભાવિક સુખ-શાંતિ ને આનંદનો અનુભવ થશે.
શાલિભદ્રજીએ પૂર્વના રબારીના ભવમાં શું શું કર્યું હતું, એ વાત તમને ખબર જ હશે.
દિવાળીનો દિવસ છે. ગામમાં સર્વત્ર આનંદ છે. છોકરાંઓ આનંદથી રમી રહ્યાં છે. સૌ ખાધેલી મીઠાઈ ગણાવી જાય છે. ત્યારે પેલો રબારીનો પુત્ર ખીર માટે રડી રહ્યો છે. એની મા બિચારી પુત્રનાં આંસુ જોઈને બેબાકળી થઈ જાય છે.
આંસુ તો પથ્થરને પણ પિગળાવે. એટલે માતાનું હૃદય દ્રવી જાય તેમાં નવાઈ શું ? આડોશી-પાડોશીઓ માતાને સીધું આપી, રડતા બાળકને શાંત કરવા અને ખીર બનાવી આપવાનું કહે છે. પડોસમાંથી આવેલા આ ચોખા અને દૂધની ખીર બનાવી, માટીના વાસણમાં પીરસી, મા પાણી ભરવા જાય છે.
માટીનું વાસણ છે, તેમાં ચોખા-સાકરથી બનેલી ખીર ઠંડી થાય છે. ગરમ ખીર જલદી ઠંડી થાય તો પેટમાં જાય, એ જ વિચાર બાળકના મનમાં ઘોળાયા જ કરે છે ત્યાં એને એક દૃશ્ય યાદ આવે છે. એના એક ભાઈબંધે એક દિવસ ગુરુ મહારાજને ઘરે આગ્રહ કરી લઈ જઈ, સુપાત્રમાં દાન આપી, આખો દિવસ અનુમોદનાના આનંદમાં વિતાવેલો. તે પ્રસંગ એને સાંભરી આવે છે. એને થાય છે : “મને પણ આજે એવા મુનિ મળે તો ! પણ મારું એવું ભાગ્ય ક્યાં છે ?” એના દિલમાં આમ દાનનો ઝરો ખળભળી ઊઠે છે, તે જ ક્ષણે એક ત્યાગી તપસ્વી મુનિરાજ માર્ગ ઉપરથી પસાર થાય છે. ભાવનાની કેવી પ્રબળ અસર !
એ રબારી બાળક ખીરને પડતી મૂકી, ભાવનાના આવેગમાં ઊભો થઈ એમની પાસે જાય છે અને એ ત્યાગી મુનિવર્યને ઘરે બોલાવી લાવે છે. ઉચ્ચ
૨૨૨ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org