________________
માતા-પિતાને એક અમર આશા હોય છે કે મારો પુત્ર વિદ્યા સંપાદન કરશે, તો તેનું જીવન સુંદર બનશે; એ સંસ્કારી અને સુખી બનશે, અને કુળ અજવાળશે. એક પિતાએ એના પુત્રને ઇંગ્લેંડ બૅરિસ્ટર થવા મોકલ્યો ત્યારે તેના બીજા મિત્રે કહ્યું : ‘કમાઈને એ બહુ પૈસા લાવશે.'
તેના પિતા લક્ષ્મીના પૂજારી ન હતા; સંસ્કારી જીવનમાં માનતા હતા. તેમણે મિત્રને કહ્યું : ‘મારો પુત્ર હિન્દુસ્થાનના એક જ નિર્દોષ માણસને ય પણ છોડાવશે તો મારા વીશ હજારના ખર્ચને હું સફળ માનીશ. પૈસા તો વેશ્યા પણ મેળવી શકે. મારો પુત્ર એ માટે નહિ, પણ વિદ્યા માટે જાય છે. વિદ્યા ધનસંચય માટે નહિ, પણ મુક્તિ માટે હોવી જોઈએ.'
જે સુકૃતને માર્ગે લઈ જાય, તેનું નામ વિદ્યા. જે વિદ્યા વિચારોમાં શુદ્ધિ ઊભી ન કરે, વિચારોને શુદ્ધ અને નિર્મળ ન બનાવે તે વિદ્યા નહીં, પણ માનવીના મગજ ઉપર લદાએલી ડિગ્રીઓ છે. જેમ દાન વગરની લક્ષ્મી આનંદ આપતી નથી, તેમ માનવીને સુકૃત વગરની વિદ્યા, સુખ-આનંદ કે શાંતિ આપતાં નથી.
તમે જાણો છો ને કે દૂધની અંદર એકાદ તેજાબનું ટીપું પડી જાય તો તે દૂધ ફાટી જવાનું. પરંતુ ગુલાબના એસેન્સનું એક ટીપું નાખવાથી તે કોલ્ડ્રીંક બની જવાનું. એવા દૂધનું નામ પણ પલટાઈ જાય છે ! વધુ સુંદર બની જાય
છે.
કેળવણી પામ્યા પછી માનવીના મનમાં આ રીતે જો વિચારોની સુવાસ ન આવે, તો તેની મહત્તા કંઈ નથી. ભણેલો તો એ કે જેના મનમાં ખરાબ વાત ન આવે. શિક્ષિત એ કે જેના મુખમાંથી અસભ્ય, અસંસ્કારી શબ્દ ન નીકળે.
જેમ જેમ વિદ્યા સંપાદન કરે તેમ તેમ સારા વિચારોનો જીવનમાં સંગ્રહ થતો જાય. જેની પાસે સત્ય ને સ્વાશ્રયી જીવન હોય, શુચિ ભાવના હોય, તેની પાસે ભણતર છે એમ કહેવાય.
દરેક માબાપ ઇચ્છે છે કે અમારો પુત્ર કેળવાયેલો હોય. તેથી આગળ વધીને ચિંતકો કહે છે કે સંતાનોને અવશ્ય શિક્ષણ આપવું, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે ભણતર સાથે તેને બીજું પણ કંઈક આપવાનું હોય છે 1: તેનામાં સંયમ, સદાચાર, શિયળ ન હોય તો કેળવણી કંઈ કામની નથી.
સુકૃતની કેળવણી પામેલ વિદ્યાર્થી, પોતાના ગુણો વડે માબાપની ગેરહાજરીમાં, તેને યાદ કરાવે તેવાં કામ કરે છે. ભગવાન મહાવીર સ્વામીને
Jain Education International
યાર
સાધન છે ૨૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org