________________
આવવાનું. એ ન આવે એના માટે લક્ષ્મીને ચિરસ્થાયી બનાવવા દાન આપો. બેટરીનો પાવર વાપર્યા પછી ખલાસ થાય તો તમે શું કરો છો ? બીજો નાખો છો. તેમ નવું શ્રેય, દાન આપી ઉપાર્જન કરવું જોઈએ.
દાન આપવાનાં સાત ક્ષેત્રો છે. જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ સાત ક્ષેત્રમાં માનવીથી માંડી દેવ સુધીનો, સૌનો સમાવેશ થઈ જાય છે. આમાં સમાજને ભુલાતો નથી, ને પ્રભુભક્તિ ચૂકાતી નથી. આવાં આ સાત ક્ષેત્રો બીજે ક્યાંય નહીં મળે.
ખેતરમાં ખેડૂત એક દાણો રોપે છે, તો ચાર મહિને તેના સો દાણા થાય છે, બીજા વર્ષે હજારો થાય. આમ એક બીમાંથી અનેકગણું થાય. યોગ્ય ભૂમિમાં વાવવાથી એકનું અનેકગણું ફળ મળે છે. માટે આ સર્વોત્તમ ક્ષેત્રમાંથી, જે કાળે જેની આવશ્યકતા હોય તેમાં લક્ષ્મી વાપરવી.
એક બગીચો હોય, તેમાં સાત ક્યારા હોય; કોઈમાં ગુલાબ હોય, કોઈમાં મોગરો હોય; કોઈમાં જાસુદ હોય; વળી કોઈમાં સારાં શાકભાજી પણ હોય; પણ બગીચાનો કુશળ માળી સાત ક્યારામાંથી જે ક્યારાનું પાણી સુકાઈ ગયું હોય ત્યાં તે રેડે. તેના મનમાં કોઈ ક્યારા પ્રત્યે ભેદભાવ નથી, પણ જરૂરિયાત જ્યાં હોય ત્યાં રેડવાની ભાવના છે. પ્રભુના શાસનમાં સાત ક્ષેત્રો છે. જે ક્યારામાં પાણી ન હોય, એ ક્યારો પાણી વગર બળીને ભસ્મ થાય છે. તેમ જે ક્ષેત્ર શોષાઈ જતું હોય, સુકાઈ ગયું હોય ત્યાં દાનનાં પાણી રેડવાં જોઈએ. તો જ સાતે ક્ષેત્રો લીલાંછમ રહેશે, અને પ્રભુના શાસનની વાડી હરિયાળી બનીને શોભશે.
યાદ રાખજો; સાતે ક્ષેત્રો કામનાં છે; માત્ર વિવેકદૃષ્ટિની જ આવશ્યકતા છે. જે ક્યારામાં પાણી નાખવાની જરૂરિયાત છે તેમાં પાણી ન રેડો અને જ્યાં જરૂરિયાત નથી ત્યાં રેડો, તો બંને બળે : એક સૂકા દુષ્કાળથી અને બીજું અતિવૃષ્ટિથી. માટે દાનમાં પણ દૃષ્ટિની આવશ્યકતા છે.
દાન પછી આવે છે, ભોગ. સંસારમાં રહો તો ગૃહસ્થાઈથી, સાદાઈથી રહો. જાણીતાને શરબત આપવું અને અજાણ્યાને પાણી પણ નહીં, એવો તુચ્છતાભર્યો ભેદભાવ મનુષ્યને ન શોભે. આજે તમારે ત્યાં સુખના દિવસ આવ્યા છે તેથી તમે બીજાની પરવા ન કરો, એ તમારી કમનસીબી છે. તમે કોઈને બોલાવતા નથી, તમારું પુણ્ય બોલાવે છે. તમારા પુણ્યનો પ્રભાવ જોઈ, લોકો તમારે ત્યાં લેવા આવે છે.
પુણ્ય પરવારી જશે ત્યારે સૌ કહેશે કે ત્યાં જવું ઠીક નથી; ત્યાં કંઈ નથી. જે માણસ તમારા બારણે આવીને ઊભો છે, તેને તમારા જેવી જ આંખો
ચાર સાધન છે ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org