________________
લક્ષ્મી આવ્યા પછી, માણસ ત્રણ જાતના બની જાય છે. લક્ષ્મીદાસ, લક્ષ્મીનંદન અને લક્ષ્મીપતિ. કેટલાક, ધન આવતાં તેના દાસ બની જાય છે; તેના તાબેદાર તરીકે રહે છે. જીવન સુધી તેની સેવા જ કર્યા કરે. બીજા, લક્ષ્મીના દીકરા હોય છે. લક્ષ્મી જેમ આજ્ઞા કરે, તેમ તે આચરે. નન્દન એટલે પુત્ર. એ આજ્ઞા બહાર કેમ જાય ? પણ ત્રીજો, જે લક્ષ્મીનો સ્વામી હોય છે, એ જીવનભર એને છૂટે હાથે વાપર્યા જ કરે છે. અંત સમયે એને એમ ન થાય કે હું બધું જ વાપર્યા વિના મૂકીને જાઉં છું, એનો આત્મા તો સાક્ષી પૂરે કે મેં જીવનને જીવી જાણ્યું છે, લક્ષ્મીને વાપરી જાણી છે, પતિ બની લક્ષ્મીને સદુપયોગમાં ખરચી લહાવો લીધો છે.
તમે લક્ષ્મીને વાપરો નહીં, સારા માર્ગે ખર્ચો નહીં, તમારા ઘરમાં પ્રસંગો આવે ત્યારે પણ દિલના ઉદાર બનો નહિ, તો છેવટે જતાં જતાં હાથ ઘસવા પડશે.
વિશ્વનો એ અફર નિયમ છે કે માનવી બધું જ ભેગું કરે છે, પણ અંતે એ બધું અહીં જ મૂકીને જાય છે. જો બધું સાથે લઈ જવાતું હોત તો માણસ પોતાનાં પ્રાણપ્યારાં પુત્ર-પુત્રીઓને અને પ્રાણપ્રિયાઓને મૂકીને જાત ?
સંસારમાં અર્થની જરૂર છે, એ વાત સત્ય છે. પણ તેની મર્યાદા તો જોઈએ. બૂટની જ વાત વિચારોને ! બૂટ પગના માપથી મોટા હોય તો ગબડી જવાય; નાનો હોય તો પણ છોલાઈ જાય; બરાબર હોય તો જ મુસાફરી થાય. તેમ લક્ષ્મી પણ વધારે હોય તો માણસને ગબડાવી મૂકે છે, અને સાવ અલ્પ હોય તો કંગાલ કરી મૂકે છે. એ મર્યાદિત જ જોઈએ.
ઘણા માણસોને તો છેલ્લી ઘડી સુધી વીલની વ્યવસ્થા કેમ કરવી, તેનો જ વિચાર ચાલતો હોય છે. આ શું બતાવે છે ? ધનની પકડ માણસના મન ૫૨ કેવી તીવ્ર છે ! જેને વસુંધરાના તિલક સમાન બનવું છે, તે તો લક્ષ્મીને દેતો જાય છે; એ જેમ જેમ દેતો જાય છે તેમ તેમ એ સંપત્તિ પણ વધતી જાય છે. ધન સન્માર્ગે વા૫૨વાથી કદી ખૂટતું નથી.
લક્ષ્મીને છૂટે હાથે વાપરો, તો લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, અને જો ન વાપરો તો એ ક્ષીણ થાય છે. લોકો વસ્તુપાળ-તેજપાળને યાદ કરે છે. ઇતિહાસ પણ આ નામોને જતનથી જાળવી રાખે છે. એ કયા દેશના હતા તે સાથે કાંઈ સંબંધ નથી, પણ તેની ઔદાર્યભરી દાનવૃત્તિ સાથે, તે સંબંધ છે. એ પુણ્યશાળી ઘરમાં અનુપમાદેવી એક આદર્શ નારી હતી. તેને લીધે જ આ વસ્તુપાળતેજપાળને આપણે યાદ કરીએ છીએ.
તકદીર-ભાગ્ય એક જુદી જ વસ્તુ છે. એક દિવસ વસ્તુપાલ ધન દાટવા
Jain Education International
ચાર સાધન
૨૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org