________________
ભરાઈ જાય ને તમે ખેંચો તો કાં તો કપડું ફાટે, કાં તો વાડ તૂટી પડે; પણ સંભાળીને કાઢશો તો કપડું પણ નહીં ફાટે ને વાડ પણ રહેશે. તેમ જિંદગીજીવન કાંટામાં ફસાય નહીં ને સુરક્ષિત સ્થાને પહોંચે, એ માટે આ સાધનોનો સદુપયોગ બતાવવામાં આવ્યો છે.
આ શ્લોકમાં માનવની ચાર શક્તિઓની સાધના છે. એ શક્તિઓનોસાધનોનો જે સદુપયોગ કરે છે એ માનવી ત્રણે લોકમાં, જગતરૂપી કપાળમાં તિલક સમાન શોભે છે. એ ચાર શક્તિઓ છે : લક્ષ્મી, વિદ્યા, મન અને વચન.
આજે આપણે લક્ષ્મીનો વિચાર કરીએ. સંસારમાં પૈસાની ઘણી જરૂરિયાત છે. માનવી પાસે પૈસા ન હોય, તો તેની સમાજમાં કિંમત નથી. જ્યારે સાધુસંતો પાસે પૈસા હોય તો એની કિંમત કંઈ નથી ! સાધુપણામાં અર્થના ત્યાગની ભાવના મુખ્ય ભાગ ભજવે છે.
આ લક્ષ્મી ભોગ માટે, વિલાસ માટે, વિનાશ માટે કે વ્યભિચાર માટે નથી. આવા દુરુપયોગથી તો માનવ, માનવ મટી પશુ જેવો બને છે. પણ એનો જો સદુપયોગ થાય, તો એ આશીર્વાદરૂપ થઈ જાય.
જેને લક્ષ્મી મળી છે, તે પુણ્યશાળી છે – પણ કોણ ? જે પવિત્ર માર્ગે પોતાની પ્રવૃત્તિ ચલાવે છે તે. જો એ પ્રવૃત્તિ ચાલુ ન રહે, તો લક્ષ્મી સ્થગિત બને છે અને લોભના ખાબોચિયામાં ગંધાય છે.
જીવનમાં લક્ષ્મીની ઘણી ઉપયોગિતા છે, એ સત્ય છે. દિવાળીના શુભ દિવસોમાં તેરસને દિવસે કોની પૂજા થાય છે ? લક્ષ્મીની, ધનની; ચૌદસને દહાડે શક્તિની અને દિવાળીના દિવસે વિદ્યાદેવીની પૂજા થાય છે ને ? આમ ત્રણે વરદા છે; ધનદા, શક્તિદા ને વિદ્યાદા છે.
અહીં પણ બધી શક્તિમાં પહેલું સ્થાન “લક્ષ્મી'ને મળ્યું છે. તેને સન્માનવામાં આવી છે.
શાસ્ત્રમાં પરિગ્રહ-પરિમાણવ્રત બતાવવામાં આવ્યું છે, તેમાં શોભા છુપાઈ છે. માનવી પાસે મર્યાદિત ધન હોય, તો તેને કોઈ હેરાન ન કરે. તેનાં સંતાનો પણ કુસંસ્કારી ન થાય. જેમ વધારે પડતો ખોરાક મળે, તો શરીરમાં રોગો ઉત્પન્ન થાય તે પ્રમાણસર મળે, તો તેનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ થાય. તેમ ધન માટે પણ સમજવું.
માથા ઉપરના વાળની જ વાત યાદ કરો ને ! વધારે રાખો તો ગરમી કરે, તેલ વધારે ખાય ને આંખની આડા પણ આવે. એટલા માટે જ તો તમે પૈસા આપીને પણ વાળને કપાવો છો. ધન પણ વાળ જેવું છે. તે તમારી પાસે વાળની જેમ પ્રમાણ પૂરતું હોય તો જ સારું, નહિતર નુકસાન કરવાનું.
૨૧૬ = ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org