________________
કલાકમાં એ દેહ દુર્ગધ મારતો થઈ જશે. જે દેહને આખી જિંદગી તમે પંપાળ્યો છે, એને પળવારમાં બાળી દેવામાં આવશે. આ જ્ઞાન માટે, લક્ષ્યબિંદુ આવશ્યક બને છે.
પર્વતમાંથી નીકળતી નદીને પોતાનું લક્ષ્ય નક્કી છે. આથી વચ્ચેના ખડકો, પથ્થરો, જંગલ-ઝાડીમાંથી રસ્તો કરીને એ સાગર તરફ ધસતી જાય છે; ક્યાં અટકતી નથી. ગમે ત્યાંથી એ એનો માર્ગ કરી લે છે ને આગળ વધે છે. આમ, જે માણસ શરૂઆતથી જીવનનું લક્ષ્ય નક્કી કરે છે એ જીવનમાં પ્રવૃત્તિ કરે છે છતાં, વચ્ચે ક્યાંય બંધાતો નથી, અટકતો નથી.
- બિલાડી એકવાર એના બચ્ચાને મોંમાં લે છે અને બીજી વાર ઉંદરને મોંમાં લે છે. બિલાડી તો એકની એક હોય છે, છતાં બેઉને પકડવામાં ફેર છે. ઉંદરને એના દાંત ભોંકાઈ જાય છે પણ એના બચ્ચાને એનાથી કાંઈ થતું નથી. આનું કારણ એ છે કે બેઉની પાછળ દૃષ્ટિબિન્દુ જુદું જુદું છે. એકમાં રક્ષણનો ભાવ છે; બીજામાં ભક્ષણનો ભાવ છે.
આ પ્રમાણે માણસ જ્યારે સંસારમાં પોતાનું લક્ષ્ય નક્કી કરે છે ત્યારે, એ બધાં કર્મ કરતો રહે છે છતાં એમાં એનાં દાંત ક્યાંય બેસતા નથી, ખૂંચતા નથી. માટે દરેક પ્રવૃત્તિ કરતાં વિચારો કે લક્ષ્ય તો બરાબર છે ને ? આમ વિચારનારો માણસ પાપ કરતાં અટકી જાય છે. એ અસત્ય કરતો નથી; અનાચાર કરતો નથી.
માણસે આ દૃષ્ટિ કેળવવાની છે અને સમય આવ્યે, અવસર આવ્યે સર્વ છોડવા માટેની તૈયારી રાખવાની છે. જ્ઞાનીઓ જીવનમાં આ લક્ષ્યબિંદુ કદી ભૂલતા નથી અને તેથી અલિપ્ત રહી શકે છે.
સાકર અને મધ બેઉમાં ગળપણ છે, પણ સાકર ઉપર બેઠેલી માખી, ગળપણ ચૂસીને ઇચ્છા હોય ત્યારે ઊડી જઈ શકે છે, જ્યારે મધની માખી, મધની અંદર જ એની પાંખો ખેંચી જતાં ચોંટી જાય છે. માણસનું જીવન આજે મધમાખી જેવું થઈ રહ્યું છે. વસ્તુમાત્રમાં એ ખૂંચતો જાય છે.
એટલે જીવનમાં લક્ષ્ય અત્યંત જરૂરી છે. એ નક્કી થશે ત્યારે સંસારમાં રહેવા છતાં, સંસારની વસ્તુઓ તમને બાંધી શકશે નહિ. અન્ન, વસ્ત્ર ન હોય તો પણ આપણે જીવી શકીશું.
આ માટે અરૂપી આત્માનું અરૂપી સ્વરૂપ સમજવાની જરૂર છે. એ મળે તો જીવનના માર્ગ ઉપર માણસ સીધો જઈ શકે; એનો સંસ્કારપથ જલદી કપાઈ જાય. આ બહુ જ આવશ્યક છે. અંગ્રેજીમાં કહેવત છે કે No man can hit the mark, if his eye moves froin it. g fell-40418-1 2424 A21L4 042
૨૧૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org