________________
શોધીશ ?” નરભવનગર સોહામણું છે; મુંબઈ નગરી જવું, એમાં પડવાની તક છે; રળવાની તક છે. માટે જ્ઞાનીઓ કહે છે કે આત્માને લાયક કામ કરજે.
આપણી સામે ત્રણ પ્રશ્નો છે: “તું ક્યાંથી આવ્યો છે ?” “શું સાથે લાવ્યો છે ?” “તું ક્યાં જવાનો છે ? આ પ્રશ્નો તમારા આત્માને, અંતરને પૂછો. એના પર વિચાર કરો તો ધીરે ધીરે તમારું ધ્યેય સ્પષ્ટ થશે. મોક્ષ એ આપણું લક્ષ્ય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ એનાં સાધનો છે. એ સાધનો મેળવવા માટે આપણે લાયક બનવાનું છે. એ લાયકાત આ એકવીસ ગુણથી પ્રાપ્ત થાય છે. માટે આપણે આપણા જીવનમાં આ ગુણોને કેળવી, લાયકાત મેળવી મોક્ષમાર્ગમાં પ્રગતિપૂર્વક પ્રયાણ કરીએ. તા. ૯-૯-૧૯૬૦
૨૧૨ % ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org