________________
ન હોય, ત્યાંથી સરકી જાય એ કદી નિશાનને વીંધી શકે નહિ. આપણે જીવનમાં આ નિશાન પર નજર સ્થિર કરવાની છે. તો પ્રવૃત્તિમાં રહેવા છતાં આપણે આગળ વધી શકીશું, ક્રોધ, માન, લોભ, બધાને પલટતા જઈશું, એમાંથી મુક્ત થઈ શકીશું.
માણસને આજે ભવનો ભય રહ્યો નથી. એ હોય તો જન્મમરણના ફેરા ફરવા કરતાં, એને રાગદ્વેષ જીતી સાધના કરવામાં આનંદ આવે. સાધુ પણ જો લક્ષ્ય ચૂકે તો સાધુ જેવો સાધુ પણ નીચે ઊતરી જાય. ઘણી વાર તો સંસારી લોકો કરતાં સાધુની સામે વધારે પ્રલોભનો આવે છે. મુંબઈમાં લોકોને નાની ખોલીય મળતી નથી; અમને ત્રણ માળ મળે છે ! તમે સાદી રસોઈ જમો છો; સાધુને મિષ્ટાન મળે છે ! તમે કદાચ ફાટેલાં કપડાંથી ચલાવતા હશો; સાધુને કદી ફાટેલું પહેરવા મળતું નથી ! આમ સાધુ છતાં, એ લક્ષ્ય ભૂલે તો એ પણ અહીં બેઠો કાપડ, વસ્તુ, મકાન અને બીજા સંગ્રહમાં ચોંટી જાય.
એટલે સાધુ કે સંસારી, બેઉને આવશ્યક છે, તે જીવનનું લક્ષ્યબિંદુ. એકવાર આ નક્કી થશે એટલે લાગશે કે કરવાનું ઘણું છે અને સમય ઓછો છે. પછી એક પળ પણ તમારી પ્રમાદમાં નહીં જાય.
ઘણા જણ આવીને કહે છે કે પ્રયત્ન છતાંય ક્રોધ આવી જાય છે; જતો નથી, શું કરવું ? હું એમને પૂછું છું કે તમારી દુકાને બેઠા હો, કોઈ ઘરાક આવે અને હજાર બે હજારનો નફો કરાવે તેમ હોય, તો તમે એની સાથે કેમ વર્તો છો ? એ કદાચ તમને ‘પાગલ' જેવા શબ્દો કહે તોય તમે કેવા ગળી જાઓ છો ! ત્યાં તમારે સ્વાર્થનું લક્ષ્ય છે કે એનું ખીસું ખાલી કરાવી, તમારો લાભ તમારે લેવો છે.
પણ આવું લક્ષ આપણને આત્મા રહે છે ખરું ? જો આત્મા વિશે આમ વિચારીએ તો સંયમ સ્વાભાવિક બની જાય. પછી જીવનમાં નવો વેગ આવશે. લક્ષ્યબિંદુ વગર, ગુણો દંભ બની જાય છે. લક્ષ્યબિંદુ હોય તો જ માણસ શિખર ઉપર ચડી શકે. પછી નીતિ વગેરે જીવનમાં એવાં વણાઈ જાય કે એના વગર તમે જીવી શકો જ નહિ.
લક્ષ્ય નક્કી થતાં, ગુણો માણસને આગળ લઈ જાય છે. પછી ક્યાં જવાનું છે. એનો જવાબ તમારો આત્મા જ તમને આપશે.
શું બનવું છે, એનો પ્રથમ વિચાર કરો. આ મનુષ્યજન્મ બહુ કીમતી છે પણ એનાથી તમે પશુય બની શકો; સ્વર્ગમાંય જઈ શકો અને નરકમાં પણ જઈ શકો. બેઉ હાર માણસ માટે ખુલ્લા છે.
આપણી પાસે મૂળ પ્રશ્ન છે : “હે આત્મા-વણજારા ! તું કયું નગર
ધર્મરત્નનાં અજવાળાં જ ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org