________________
જીવન ગાળશે; સમાજને સંયમની સુવાસ આપશે.
જેને પરલોકનો ભય છે એ આત્માને મેલો નહિ થવા દે. બાકી તો જગતની દૃષ્ટિ જુદી છે. જગત તો કહે છે : “આ લોક મીઠા; પરલોક કોણે દીઠા !” માટે મેળવાય એટલું મેળવો અને ભોગવાય એટલું ભોગવો. એટલે તમે જોશો કે પરલોકના વિચારકને સંસારનો ત્યાગ છે, પેલાને રાગ છે.
કાલનો વિચાર સૌ કરે છે, અને કરવો જોઈએ. વિદ્યાર્થી કાલના પાઠ તૈયાર કરે છે. કુમારાવસ્થામાં યુવાનીનો, અને યુવાની જતાં બુઢાપાનો વિચાર માણસ કરે છે તેમ દીર્ઘદૃષ્ટિવાળા માણસને આવતા જન્મનો વિચાર કરવાનો
રાજગૃહના ધના શેઠને ચાર દીકરા. એ વૃદ્ધ થયો, અને એને વિચાર આવ્યો; કરોડોનાં સુખસાધન મૂકીને જવાનું છે. એણે વિચાર્યું કે સ્ત્રી સારી તો કુટુંબ સારું. પુરુષ એટલે તો બજાર, બાહ્ય પ્રવૃત્તિમાં મગ્ન; પણ સ્ત્રી એટલે ઘર. માટે જ કહ્યું છે કે “કૃદિm પૃમુખ્યતે' ગૃહિણી સંસ્કારી, પવિત્ર, વ્યવસ્થાવાળી, સૌમ્ય હોય તો આખું ઘર સુંદર બનવાનું. શેઠે ધાર્યું કે વહુઓ સારી હશે તો દીકરા ઠેકાણે આવી જશે.
એણે પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ચારેય વહુઓને બોલાવી કહ્યું કે અમે હવે પાકું પાન થયાં છીએ માટે જાત્રા કરવા જઈએ છીએ. લો, ડાંગરના આ પાંચ દાણા સાચવજો, એને જીવનની મૂડી ગણજો.
આમ બોલીને શેઠે દરેક વહુને ડાંગરના આ પાંચ દાણા આપ્યા. પહેલી વહુએ વિચાર્યું કે શેઠની “સાઠે બુદ્ધિ નાઠી' લાગે છે. આ દાણાને વળી જીવનની મૂડી શું ગણવાની ? એટલે એણે દાણા ઉકરડામાં ફેંકી દીધા. બીજી વહુએ વિચાર્યું કે વડીલોની આ કદાચ દક્ષિણા-પ્રસાદી હશે; એટલે એણે મોંમાં નાખ્યા. ત્રીજીએ વિચાર્યું કે ડોસા છે તો અનુભવી; “સાચવજો” કહેલું છે માટે એની પાછળ કાંઈક કારણ હશે; એટલે એણે નાની દાબડીમાં દાણા મૂકી તિજોરીમાં સાચવી રાખ્યા.
પણ ચોથી ભારે બુદ્ધિશાળી હતી. એનો ભાઈ એને મળવા આવેલો એટલે એણે એને દાણા આપી દીધા ને કહ્યું કે આને સારી જમીનમાં વાવજે. એમાંથી એક વરસે ૫૦૦ દાણા થયા, તો બીજે વરસે પચાસ હજાર દાણા થયા અને દસ વરસે દાણાથી કોઠાર ભરાઈ ગયો.
જાત્રામાંથી ડોસો પાછો આવ્યો ત્યારે ડોસાએ વહુઓને સાચવવા આપેલા દાણા પાછા માગ્યા. પહેલીએ કહ્યું : “મેં તો ફેંકી દીધા. એમાં રાખવા જેવું શું હતું ? કહો તો કોઠારમાંથી નવા લાવી આપું.”
ધર્મરત્નનાં અજવાળાં . ૧૬પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org