________________
જેને આપો એટલે એ ખાઈ જાય છે. જગતમાં જાણે કે આજે એ રીત જ થઈ ગઈ છે કે હું આખા ગામનું ખાઉં, અને મારું ખાય એનું નખોદ જાય.
કુદરતે આપણને પાંચ ઇંદ્રિયો બક્ષી છે. એ પંચભૂતોના આપણે ત્રણી છીએ; પણ આપણે એમને માટે કાંઈ કરીએ છીએ ખરા ? ખરો કૃતજ્ઞી તો એ છે કે જે, સામાએ પોતાની ઉપર શા ઉપકાર કર્યા છે એ ધ્યાનમાં રાખે, અને તેનો બદલો વાળવા ઇંતજાર રહે.
આપણી ઉપર ગુરુનો, માતાપિતાનો, આપણને મદદ કરનારનો, સમાજની સહાય મેળવી આગળ આવ્યા તેનો અને પંચમહાભૂતોનો ઉપકાર રહેલો છે.
પ્રથમ ઉપકાર માતાનો ગણવામાં આવ્યો છે. કારણ દુ:ખ સહન કરીને ઘોર અંધારા કૂવામાંથી એ આપણને પ્રકાશપૂર્ણ જગતમાં લાવે છે, આપણી ઉપર વાત્સલ્ય વહાવે છે. સંગાઓના સ્નેહ સ-કારણ, સહેતુક હોય છે. પણ માનો સ્નેહ અકારણ, નિષ્કામ હોય છે. એ તો કાંઈ માગ્યા વગર પણ આપે જ જાય
ગુરુનું જીવન વૃક્ષ જેવું છે, નદી જેવું છે. વૃક્ષ, એને ત્યાં જે આવે તેને છાંયો આપે છે, ફળ આપે છે. સરિતા કોઈને પૂછતી નથી કે તું ક્યાંનો છે, કેવો છે ? એ તો કાંઠે આવેલા સર્વને પાણી આપી તૃષા છિપાવે છે. આ બન્ને ગુણો જેનામાં હોય તે જ ગુરુ છે.
આત્માને શાન્તિ આપવાનું કામ જ્ઞાનીઓનું–ગુરુઓનું છે. માટે સ્વરૂપનું યશોવિજયજી મહારાજે કહ્યું છે કે જેણે તને સમ્યક્ત્વ આપ્યું, જેણે તને વિષાદના કૂવામાંથી બહાર કાઢ્યો, એવા તારો ગુરુના ઊંડા ઉપકારનો બદલો તું શી રીતે વાળી શકવાનો છે ? ગુરુનો ઉપકાર એવો છે કે અનેક ભવોમાં પણ એ વાળી ન શકાય.
જગતમાં માણસ એકલો આવ્યો છે અને છેવટે તો એણે એકલા જ જવાનું છે. સાથમાં એનાં સત્કાર્યો અને ભલાઈ સિવાય કોઈ આવવાનું નથી. આત્માની ઓળખ કરાવે તે ગુરુ છે. એ ઋણ ચૂકવવા માટે તો રોજ એમનું સ્મરણ કરવું ઘટે, દિવ્ય આત્માની વિચારણા કરવી ઘટે.
ઘણા પૂછે છે કે મારાથી ક્રોધ, માન, માયા છૂટતાં નથી અને ઉપકારી ગુરુઓ યાદ આવતા નથી. તો એક ઉપાય એ છે કે ક્રોધ વગેરે ક્યાંથી, શા માટે આવ્યાં એ તમે શોધો અને સદ્ગુણોનું બળ વધારો. ચડતાનાં દૃષ્ટાંત જુઓ, પડતાનાં નહિ : તો કદાચ વધુ ઝડપે તમે આગળ આવી શકશો.
ગુરુ પાસે પણ દાક્તરના જેવી અત્યંત સુક્ષ્મ દૃષ્ટિ હોય છે. એથી તેઓ આપણી અંદરની વાતોને, સ્થિતિને જોઈ શકે છે. એ પ્રાજ્ઞ પુરુષો જોઈ શકે કે
ધર્મરત્નનાં અજવાળાં કે ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org