________________
ક્યારેક જરૂર ઊગી નીકળવાનું છે અને તે પણ જેવી ભાવનાથી વાવ્યું હશે એવી જ ભાવના સાથે એ ઊગી નીકળવાનું છે.
પારકાનો અપકાર યાદ ન રાખો; તેમ તમે કરેલો ઉપકાર પણ યાદ ન રાખો. બેઉ વસ્તુ ભૂલવા જેવી છે. ખરો ધર્મ તો એ છે કે અપકારીના અપકારને યાદ કર્યા વગર એની ઉપર ઉપકાર કરવો. આપણે તો ચંદન જેવા બનવાનું છે. કુહાડી ચંદનના ઝાડને કાપી નાખે છે, છતાં ચંદન તો કપાતાં કપાતાંય એને કાપનાર, કુહાડીના ફળાને-મુખને સુવાસિત કરતું જાય છે.
કૃતજ્ઞી બનવા માટે આ ચારે વાત પુન: પુન: વિચારવી જ રહી. આપણા પર કોઈએ કરેલા ઉપકારને ભૂલવો નહિ; અને કોઈએ પણ કરેલા અપકારને સંભારવો નહિ. આપણે કરેલો ઉપકાર સંભારી આપવો નહિ અને આપણાથી ભૂલથી પણ થઈ ગયેલા અપકારની સાચા દિલથી ક્ષમા માગવી.
તા. ૧-૯-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં - ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org