________________
એક હજામ હતો. તેણે એવી વિદ્યા મેળવેલી કે જેથી એ કોઈ વસ્તુને હવામાં અધ્ધર રાખી શકતો. એક સાધુએ આ વાત જાણી, એણે વિનવણી કરીને હજામ પાસેથી વિદ્યા સાધ્ય કરી, પણ જ્યારે એ સાધુ બીજા પાસે ગયો ત્યારે એણે કહેવા માંડ્યું કે મેં જાતે જ અપૂર્વ સાધના કરી, હિમાલયમાં જઈ આ શક્તિ મેળવી છે. હજામને ગુરુ ગણાવતાં એને શરમ લાગી. એ આમ જૂઠું બોલ્યો અને પરિણામે આકાશમાં અધ્ધર રહેલી એની તુંબડી એના માથા ઉપર જ પડી અને એનું માથું ફૂટી ગયું. આમ માણસ આજે કૃતજ્ઞતાહીન થઈ રહ્યો
સગુણ મેળવ્યા વગરનું મનુષ્યનું જીવન તુચ્છ છે. કાળચક્રના માપથી જુઓ તો મનુષ્યનું સો વર્ષનું આયુષ્ય, એક પૂરા બિન્દુ સમાન પણ નથી. આવું આપણું કીમતી જીવન, એને દુગુર્ષોની પંચાતમાં કાઢી નાખીએ, તો કેવું દુ:ખદ ગણાય !
સગુણને અપનાવતાં શીખશો તો તમારી દૃષ્ટિ સદ્ગુણ બની જવાની. આટલો કાળ તો તમે ખરાબ શોધ્યું, હવે બાકી રહેલા થોડા કાળમાં તો સારું શોધો ! જીવનમાં સંચય કરવા જેવું બીજું કંઈ નથી, માત્ર સગુણો જ છે. કોઈનો નાનો પણ ઉપકાર ન ભૂલવો એનું નામ કૃતજ્ઞતા.
કતજ્ઞી બનવા માટે બીજું કાર્ય એ કે કોઈની ઉપર આપણે કરેલા આપણા ઉપકારને યાદ જ ન કરાવવો. ઉપકારને યાદ કરાવવાથી, કરેલા કાર્યનું મહત્ત્વ મરી જાય છે. એથી તો સામાને દીનતાનો અનુભવ થાય અને આપણા મનમાં અભિમાન જન્મે, કારણ કે ક્રોધ જીતવો સહેલ છે. પણ માન પચાવવું મુશ્કેલ છે.
આ જીવનમાં માણસે કૃતજ્ઞી અને વિશ્વઋણી બનવાનું છે. ચંદન ઘસાઈ સુવાસ આપે છે. પાણી બીજાની તૃષા છિપાવે છે. ઝાડ સર્વને શીતળ છાયા આપે છે. માણસે પણ કોઈને કંઈ કહ્યા વિના, આવો ઉપકાર કરતાં શીખવાનું છે.
જમણો હાથ દે અને ડાબો હાથ ન જાણે, એનું નામ સાચું દાન. જેમ જમીનની અંદર રહેલું બી છૂપી રીતે ઊગી નીકળે છે એમ ગુપ્ત રીતે આપેલું દાન જ સાચું ફળદાયી બને છે. પણ આજે તો આવાં દાન, પુણ્યનાં કામો મટી, માત્ર લેવડદેવડના વ્યવહાર બનતા જાય છે.
દાન દઈને તો માણસે હળવા થવાની જરૂર છે. પૈસો સારા કામમાં ખરચાય ત્યારે હળવાપણું લાગવું જોઈએ. દાનની રકમ દીધા પછી, તિજોરીમાં પડેલા ખાડાને ફરી પૂરવા પાછળ ન પડો. દાનનો જે ખાડો પડે છે, તે માનવીની ઉપરનો ભાર ઓછો કરાવવા. એ ભાર ફરી ઊભો ન કરો.
કોઈને કરેલી સહાય ભૂલી જાઓ, માત્ર એટલી શ્રદ્ધા સેવો કે વાવેલું
૧૯૪ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org