________________
ડોશી યાદ આવી. એણે પોતાનો સ્મૃતિખજાનો તપાસો. ડોશીનું નામ યાદ કર્યું, અને કહ્યું : “મહારાજ, મારી પાસે જે માલ છે તે મારો જ છે, તે આપ વિશ્વાસથી માનો. હું પરદેશી છું. મારે કોની ઓળખાણ હોય ? પણ આ ગામમાં ગજરા નામે એક ડોશીને હું જાણું છું પણ એ ક્યાં રહે છે તે મને ખબર નથી.' રાજાએ તપાસ કરાવી. ડોશી તો વાટ જોઈને બેઠી હતી. એ દોડીને ગઈ; એની જામીન થઈ. નિર્દોષ વણઝારાને એણે છોડાવ્યો અને પછી પોતાને ત્યાં માનપૂર્વક બોલાવી જમાડ્યો. ડોશીએ કહ્યું : “આજનો દિવસ ધન્ય છે કે મારા ઉપકારીને સત્કારવાની ધન્ય પળ મને મળી છે.'
અન્ન ખાધેલું તો એને ખાતર ડોશી આટલું બધું જોખમ ખેડવા પણ તૈયાર થઈ ગઈ એનું નામ કતજ્ઞતા. પણ આજે તો લોકો કોઈને મુસીબતમાં પડેલો જુએ છે તો ત્યાંથી મોં ફેરવી ભાગી જાય છે. જીવનની સુધારણા માટે આપણે આ બધી વાતોની આલોચના કરવાની છે. તા. ૩૧-૮-૧૯૭૦
૧૯૨ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org