________________
આપણને ક્ષોભ થવા લાગ્યો છે. આપણને માનવતાનું જે દર્શન થઈ રહ્યું છે તે આવા ગુરુને લીધે. આમ છતાં જીવનમાં ક્યારેક પશુતાનું પ્રાબલ્ય જાગે ત્યારે આવા ઉપદેશના પ્રકાશને લીધે જ “હું આ ઠીક કરતો નથી' એમ એને લાગે છે, અને એ ખોટું કરતાં અટકી જાય છે.
આમ સગુરુનો સમાગમ અને શાસ્ત્રોનું શ્રવણ, માણસને પાપ કરતાં આંચકો આપે છે. એનાથી, પાપ કર્યા બાદ તરત જ પશ્ચાત્તાપ જાગે છે; સદ્ગુરુના શબ્દો એવી વેળાએ કાનમાં ગુંજી ઊઠે છે. આને લીધે જ આપણે બધી વાર ખરાબ કૃત્ય કરતાં બચી જઈએ છીએ.
ગુરુ પછી આપણા બીજા ઉપકારી તે માતાપિતા. પોતાનાં બાળકો માટે એ શુભેચ્છા રાખે છે અને પેટે પાટા બાંધીને પણ એને ઉછેરે છે. જેઓ પોતાના દીકરા માટે ટાઢ અને તડકો વેઠે છે, પોતાના કરતાંય, એ દીકરા માટે વધુ જીવે છે. એ માત-પિતાનો ઉપકાર કેવો અપૂર્વ છે ?
ત્રીજો ઉપકાર તે સમાજનો. એના નિમિત્તે તમે આગળ આવ્યા તમારી આવડત ખરી, પણ તમને આગળ ધકેલવામાં સમાજની સહાય રહેલી જ છે. બાકી જો તમે તમારા પૈસા, માત્ર મોજશોખમાં વાપરો તો સમાજ તમને માન શા માટે આપે ? મૂડીવાદની સામે, આજનો સામ્યવાદ કાંઈ જાતે આવ્યો નથી; આપણે એને લાવ્યા છીએ. પહેલાંના શ્રીમંતો સમાજ માટે અર્પણ કરતા તો સમાજ એમને સન્માન આપી આગળ બેસાડતો. આજે ધનવાન પોતાના મોજશોખમાં પૈસા ખર્ચે છે, તો પછી સમાજને એવા શ્રીમંતોની શી પડી હોય ?
જ્યારે આપણે જગતમાં આવીએ છીએ ત્યારે આપણે રડીએ છીએ અને સગાંઓ હસતાં હોય છે. હવે માણસે કરણી—ધર્મ એવો આચરવાનો છે કે જેથી એ હસતો હસતો જાય અને એની પાછળ ગામ આખું ૨૩. સારી વ્યક્તિની આપણને ગેરહાજરી સાલે છે; પણ તે એના દેહને માટે નહિ, પણ તેની ઉદારતા, મહાનુભાવતા વગેરે ગુણોને લીધે
આ કૃતજ્ઞતા, આપણને ચાર વાત શીખવે છે. કોઈએ આપણી ઉપર ઉપકાર કર્યો હોય તો તે કદી ભૂલવો નહિ; કોઈને માટે તમે ઉપકાર કર્યો હોય તો એને યાદ કરવો નહિ. કોઈએ આપણી ઉપર અપકાર કર્યો હોય તો એને માફી આપવી ! અને આપણાથી કોઈનો અપકાર થઈ જાય તો સામાની માફી માગવી.
ધર્મનું બીજ આમાં રહેલું છે. મૃત્યુની ઘડીએ પણ કૃતજ્ઞતાવાળો માણસ વિચારે કે મારી ઉપર થયેલા ઉપકારનો બદલો હવે હું ક્યાં વાળીશ ?
એક ડોશી હતી. એ જાત્રાએ જવા નીકળી. રસ્તામાં એક કૂતરો એનું
૧૯૦ 5 ધર્મરત્નનાં અજવાળાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org