________________
તમારા હૃદયમાં ક્રોધના કેવા તણખા પડ્યા છે; કેવી માનની ટેકરીઓ ઊભી છે; કેવી માયાની ઝાડીઓ જામી છે; કેવા લોભના ખાડાઓ ખોદાયા છે. આ બધાને લીધે જ માણસ સત્ય ધર્મનું દર્શન કરી શકતો નથી અને સદ્દગુણમય બની શકતો નથી. માણસ જ્યારે આમ પોતાને બરાબર જુએ ત્યારે તેને જણાય છે કે “મો સમ કોન કુટિલ, ખલ, કામી' – મારા જેવો બીજો કોઈ કુટિલ, લુચ્યો અને કામવાસનાથી ભરપૂર માણસ નથી.
જૈન દર્શને આપણને આ એક સુંદર સાધન આપ્યું છે. જૈન દર્શન એટલે આંતરિક સંશોધનની સંસ્કૃતિનું દર્શન. પણ આજે તો આપણે છીછરી, નાની વાતોમાં પુરાઈ ગયા છીએ. આધ્યાત્મિક આરોહણને બદલે, સંપ્રદાયો અને પ્રસિદ્ધિની ક્રિયામાં પડી ગયા છીએ. આપણો ખરો માર્ગ એટલે આત્માનો માર્ગ. માટે ભગવાને કહ્યું કે જીવ ! તેં બહારનું બધું કર્યું, પણ અંતરને શોધવાનું કામ તે નથી કર્યું એટલે હેરાન છે, પરેશાન છે. હવે આપણે એની પાછળ લાગવાનું છે.
હવે તમે વીતરાગી જેવા સાધુ પાસે જાઓ અને તમારી જાતને જુઓ. સાથે સાથે સરખામણી પણ કરતા જાઓ કે પ્રભુ આવા શાંત અને હું આવો ક્રોધી ! તમે જ્ઞાનની જ્યોત ને હું આવો અજ્ઞાનપૂર્ણ, કાળો કોલસો ! તમને જગત પૂજે તોય તમે નિરભિમાની અને મને કોઈ ન પૂછે તોય હું આટલો અભિમાની ! આમ શા માટે ? ભગવાન ! તમને કેવળજ્ઞાન લાધ્યું, તો મને કેમ નહિ? ભગવાનની અને આપણા આત્માની આમ સરખામણી કરો તો અંદરનું તત્ત્વ જાગે, ગુણ પ્રત્યે આદર પ્રગટે અને કોઈ પાસેથી થોડું પણ કંઈ મળ્યું હોય તો તેના પ્રત્યે ભાવ જાગે, અને આમ કૃતજ્ઞતા પણ વિકસે. તા. ૩૦-૮-૧૯૬૦
૧૮૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org