________________
ફલશાળ આપણને શીખવે છે કે તમારા કરતાં ઉંમરમાં, ગુણમાં, તપમાં, આરાધનામાં, જ્ઞાનમાં જે ઉત્તમ હોય તેને સન્માન આપ. તમે જે આપશો તે જ તમને પાછું મળશે. મોટો તો એ કહેવાય છે કે નાનાનું સન્માન કરે, નાના માટે પણ જે તુંકારો કે તોછડાઈ ન વાપરે.
માણસની ભાષામાંથી એનું અંતર દેખાઈ આવે છે. એક જણ ન દેખતાને માટે “આંધળો' શબ્દ વાપરે, બીજો એને “પ્રજ્ઞાચક્ષુ' કહે છે. વસ્તુ એક છે પણ બીજો શબ્દ કેટલો સુંદર છે ! આપણે ભાષાસમિતિની વાતો કરીએ છીએ. ભાષાસમિતિ એટલે શું ? શબ્દો પસંદ કરીને બોલો. ચૂંટીને બોલાયેલો શબ્દ તમારી લાયકાત અને યોગ્યતા બતાવશે. માણસ જો સામાન્ય વસ્તુ માટે પણ પસંદગી કરે છે તો જીવનમાં વપરાતા શબ્દો માટે કેમ નહિ કરતો હોય ! આ વિચારવા જેવું છે.
ફલશાળની કથામાંથી આપણે જોયું કે જે માણસ વિનય દાખવે છે તે આગળ વધી શકે છે. વિનય એ તો આમ મોક્ષનું એક સાધન છે. વિનયમાંથી જ્ઞાન, જ્ઞાનમાંથી દર્શન, દર્શનમાંથી ચારિત્ર્ય અને ચારિત્ર્યમાંથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષનો એ અધિકારી બને છે.
આથી વિનયને અત્યંત ઉપયોગી સગુણ ગણવામાં આવ્યો છે. એનાથી માણસનો આત્મા નિર્મળ બને છે.
તા.૧૬-૮-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org