________________
એવી એક સુંદર નીક બાંધો કે જેથી જીવનનો ક્યારો હર્યોભર્યો અને લીલોછમ બની જાય.
મોટાંઓની સેવા, સન્માન અને વચન ન ઉથાપવું—એટલું જ જીવનમાં લઈને બેઠેલો ફલશાળ, છેવટે શ્રેણિક પાસે આવ્યો. પછી તો રાજાને એના વગર ચાલે જ નહિ એવું થઈ ગયું. કેવો આજ્ઞાંકિત ! કેવો સન્માન આપનારો ! કેવો વચન પાળનારો ! એનાં વિચાર, વાણી અને વર્તનમાંથી વિનયભાવ જ નીતરતો. કહેવાય છે કે :
“કોયલ કિસકો દેત હૈ, કૌઆ કિસકા લેત ? એક વચન કે કારણે, જગ અપના કર લેત.”
કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; છતાં કોયલ એના મુખના વિનય અને મધુરતાભર્યા શબ્દને કારણે જગતને પોતાનું બનાવી દે છે. આમ વચન સાથે જો વર્તન આવી જાય તો સમજજો કે જગત તમારું છે; જો વિનય હશે તો બધા તમારા છે.
ગુણ કેળવો, પણ વિનયને ન ભૂલો. ફલશાળને આથી જ શ્રેણિક પાસે સ્થાન મળ્યું. પછી એકવાર એ જ રાજા શ્રેણિક, ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. જઈને એમના ચરણમાં પડ્યા. મહારાજ કરતાંય આ ભગવાન મોટા લાગે છે, એ ફલશાળે જોઈ લીધું, અને તે ભગવાન મહાવીર પાસે દોડી ગયો અને ઢાલ તથા તલવાર એમની પાસે ધરી દીધાં. એણે ભગવાનને જઈને કહ્યું કે મારો નિર્ણય છે, સંકલ્પ છે કે આપની સેવા કરવી; મારો સ્વીકાર કરો. હું મારી આ ઢાલ-તલવાર સાથે આપના રક્ષક તરીકે ઊભો છું.
ભગવાને એને કહ્યું કે આ તારી તલવાર અને ઢાલ કાંઈ ખરે વખત રક્ષણ નથી કરી શકવાનાં. સાચું રક્ષણ તો આ રજોહરણ ક૨શે; કારણ કે એમાં દયા ભરેલી છે; એ જ ખરું રક્ષણ કરી શકશે. લશાળમાં વિનય સાથે સન્માનભાવ પણ હતો. વિનય એ બાહ્ય પરિણામ છે; સન્માન એ અંતરનો ભાવ છે; અને આજ્ઞાપાલન એ આગળ વધવાનો, તરવાનો માર્ગ છે. વિનય સાથે આ સન્માનભાવના આવશ્યક છે. વિનય હોય પણ સન્માનની ભાવના ન હોય તો ન ચાલે. જીવનમાં વિનય, સન્માન ને આજ્ઞાપાલન ત્રણેય ગુણો જરૂરી છે. આવા વિનયવાન આત્મા જ મેઘને જોઈને જેમ મોર નાચે એમ, ગુણિયલ માણસોને જોઈ નાચી ઊઠે છે.
ફલશાળની વિનય-ભાવનામાં ભગવાન માટે સન્માન મળ્યું, તે અમૃત બની ગયું. ફલશાળે એ જ સમયે ભગવાનની આજ્ઞા ઝીલી, રજોહરણ લીધું અને તે મુનિ થઈ ગયો.
Jain Education International
૧૮૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org