________________
ચોકસી જેમ સોનાનો ટચ જુએ તેમ એ તો સામાની વિશિષ્ટતા સ્વીકારે. એ વ્યક્તિનો નહિ, પણ એના દુર્ગુણનો વિરોધ કરશે. આ વાત ક્યારે બને ? જ્યારે એનામાં ગુણદોષની સમીક્ષા કરવાની શક્તિ હોય ત્યારે.
કોઈવાર વિરોધ થાય તો એ વાત પૂરતો જ વિરોધ રહેવા દો; પણ જે માણસ એકને ખાતર સામાના નવાણુ ગુણો સામે, આખી વ્યક્તિ સામે વિરોધ કરે છે તે કદી ઉત્કર્ષ સાધી શકતો નથી. આજે આવા મતભેદોને લીધે મનભેદ વધવા લાગ્યા છે અને અનેક ગચ્છોમાં, સંસ્થાઓમાં મતોના ઝઘડા ચાલ્યા છે. આપણે તો એ જોવાનું છે કે નવ્વાણુમાં જો આપણે એકમત છીએ તો એટલી બાબતોમાં તો સાથે મળી કામ કેમ ન કરીએ !
હંસની પાસે પાણી અને દૂધ ભેગાં કરી મૂકો તો એની વિશિષ્ટ શક્તિથી એ દૂધ પી જાય છે અને પાણી છોડી દે છે. એના આ કાર્યને માટે વિવેક શબ્દ વપરાયો છે. આપણી પાસે પણ હંસના જેવી ચાંચ હોવી જોઈએ. જેથી આપણે ખરાબમાંથી સારું લઈએ અને ખરાબને છોડી દઈએ. વિશ્વમાં ગમે ત્યાંથી સારું મળે તો એ લઈ લો. જો માણસ આમ નહિ કરે તો વિશ્વનું કેટલુંય સારું, એની પાસેથી સરકી જવાનું છે. સારું લો અને સારું ન સમજાય તો નમ્રતાપૂર્વક સમજવા પ્રયત્ન કરો.
શ્રી હરિભદ્ર ભટ્ટ એટલે મેવાડના અત્યંત સમર્થ વિદ્વાન, પણ એમણે એક નિયમ રાખેલો કે સારું ગમે ત્યાંથી લેવું અને જ્યારે સારું ન સમજાય ત્યારે સામાને પૂછવું – એના ચેલા થઈ જવું.
એકવાર એમણે એક સાધ્વીએ જોઈ. એ “ચકી દો' ચકી’ એમ ગાથા ગોખી રહી હતી. હરિભદ્રને એ સમજાયું નહિ એટલે એ પાસે ગયા અને અર્થ પૂછળ્યો; શિષ્ય બનીને, ગુરુ બનીને નહિ, આજે તો ન આવડે તો લોકો દંભ કરે છે અને ગુરુ બનીને શીખવા માંગે છે, શિષ્યભાવે નહિ. ગુરુ બનીને જે વિદ્યા શીખવા જાય છે તો એને વિદ્યા મળતી નથી. અને કદાચ મળી જાય તો એને કામ લાગતી નથી. નમ્ર, શિષ્ય બનીને વિદ્યા લો તો એ સંજીવની બની શકે છે. એના જેવી બીજી કોઈ ચીજ નથી. દુનિયાની બધી વસ્તુ માણસને મારનારી છે; માત્ર વિદ્યા એક જ એને તારનારી છે. વિદ્યા જ ખરે વખતે માણસને સદ્ગતિએ લઈ જાય છે. વિદ્યા મેળવવા શિષ્ય બનવું પડે છે; આ વિદ્યારૂપી નૌકાથી આપણે ભવસાગર તરી શકીએ છીએ. આ માટે આપણામાં વિનય અને નમ્રતા જોઈએ.
દત્તાત્રયે જ્ઞાન ખાતર કૂતરાનેય ગુરુ ગણેલો. એમના ચોવીસ ગુરુઓમાંનો એક તે કૂતર. એની પાસેથી એ વફાદારીનો ગુણ શીખ્યા. હંસ પણ એમનો
૧૬૮
ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org