________________
આપણામાં જો નમવાનો વિનય આવશે તો પાછળની પ્રજા પણ એમ કરશે.
શ્રત એટલે શ્રવણ; અને તે પણ ભક્તિ અને વિનયપૂર્વક. આમ સાંભળનારા ઉપદેશને સાંભળીને પચાવે છે. પોથી પંડિતો દુનિયામાં ઘણા મળશે, પણ બહુશ્રુત ઓછા મળશે. એકમાં શબ્દો છે; બીજામાં ચારિત્ર છે. શિયાળાની ઠંડીમાં અગ્નિ વિશેનું સુંદર કાવ્ય વાંચવા બેસો, તેથી ટાઢ જશે નહિ, પણ તાપણીનો સંપર્ક સાધશો તો ઉષ્મા આવશે. એકલું પોથીવાચન એ તો અગ્નિ વિષેના કાવ્ય-વાચન જેવું છે. પણ જેનામાં ચારિત્ર છે, એની પાસે જાઓ તો તમને એની હૂંફ મળે, તમારા મન ઉપર એની સુંદર અસર થાય. એટલે, સંતોનાં પુસ્તકો કરતાં, તેમનો સંપર્ક વધુ ઇચ્છનીય છે.
આ માટે જૂના કાળમાં ગુરુકુળ-ગુરૂઆશ્રમો હતા. ગુરુ પાસે બેસી, અંતેવાસી થઈ, અભ્યાસ કરતા. એમના જ્ઞાનથી જીવનમાં પૂર્ણતા અને પરિપક્વતા આવતી. એ કાળના ગુરુ જોતાં કે આપેલું જ્ઞાન એનામાં કેટલું ઊતર્યું છે; એની પરીક્ષા લેતા અને આ રીતે વૃદ્ધા પાસેથી વિનયપૂર્વક જીવનનું જ્ઞાન મેળવતા.
કારણ કે વૃદ્ધ વિવેકવંત હોય. એ વિવેકથી કાર્યો કરે; જાણવા લાયક જાણે અને છોડવા જેવું લાગે, તેને છોડવા તૈયાર હોય.
આવા માણસને યમ હોય; પોતાની ઇન્દ્રિયો પર એનો યમ હોય. આંખ, કાન, નાક—બધાનો સ્વભાવ તણાઈ જવાનો છે. પણ એ સંયમથી સર્વને કાબૂમાં રાખે છે. વળી તેનો સંયમ પણ સુંદર હોય છે. એનામાં ચારિત્ર્યજીવનની મધુર સુંદરતા હોય છે. આ બધું જ્યારથી આવવા માંડે ત્યારથી એની ઉમરનાં સાચાં વર્ષો શરૂ થયાં ગણાય.
પેલા શેઠે આટલા માટે કહેલું કે છેલ્લાં દસ વર્ષથી જ મને આ દૃષ્ટિ આવી છે; બાકીનાં વર્ષો તો નકામા ગયાં. તપ, શ્રત, એકાગ્રતા, વિવેક, જ્ઞાન અને ચારિત્ર્ય–આ છમાંથી એકાદનો પણ ઉદય થાય ત્યારથી ઉમર ગણવી જોઈએ.
રાજાનો બીજો પ્રશ્ન “કેટલી મૂડી છે !' એ હતો. લાખોપતિ છતાં એણે ૪૦ હજારની મૂડી કહી. કારણ ? સાચા રૂપિયા તો એ કે જે સારાં કામોમાં વાપર્યા હોય. ભેગા કરીને મૂકી જનારા જગતમાં ઘણા હોય છે, પણ પ્રેમથી પોતાને હાથે, સ્વેચ્છાથી ખરચી જનારા વિરલ હોય છે. પ્રેમથી વાવેલું જ ઊગી નીકળે છે.
માટે કહ્યું કે “પાંચ કોડીનાં ફૂલડાં, પામ્યા દેશ અઢાર.' એક વખતનો સામાન્ય માનવી. મહાન કુમારપાળ બની જાય છે. તે એવી જ નિર્મળ
૧૭૮
ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org