________________
ભાવનાથી. હૃદયની શુદ્ધિ અને એકાગ્રતાથી ભક્તિ કરતાં, જે કંઈ કરો તે ભાવથી કરો. ફૂલપૂજા એ હૃદયનો ભાવ છે; એ કંઈ ઢગલા કરવા જેવી વસ્તુ નથી. ભલે એક ફૂલ ચઢાવો પણ તે ભાવથી, અર્પણતાના આહ્વાદથી ચઢાવો. પાંચ કોડીનાં ફૂલ ચઢાવતાં પણ પેલાની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં અને તે રાજા કુમારપાળ થયો. દીધું, પણ પ્રેમથી દીધું તો ઊગી નીકળ્યું.
પૈસો સાચો વાપરેલો એ કે જે વાપર્યા પછી આનંદ આવે. દાણો-બિયારણ સારું હોય તો જ પાક સારો આવે. તમે એવી પ્રસન્નતાથી આપો કે તમારું વાવેલું સુંદર રીતે બહાર આવે, માટે શેઠે જવાબ આપ્યો કે આવા કામમાં વાપરેલી રકમ તે ચાલીસ હજારની. એની પાછળ મારી આવી ભાવના હતી.
આજ સુધીના જન્મોમાં આપણે કીડીની માફક દરમાં ભેગું જ કર્યું છે. પાપ કરી કરી દુર્ગતિ પામ્યા છીએ અને ભેગુ કરેલું અહીં પડ્યું રહે છે. તો શું આટલી સમજણ પછી પણ, હજુ પેલી કીડીઓ જેવું જ જીવન રાખવું છે ?
શેઠને ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવેલો કે દીકરા કેટલા ? મા-બાપ મરવા પડે અને એને જે શાન્તિ આપે. જે સેવા કરે. છેલ્લી ઘડીએ કાનમાં પ્રભુનું નામ સંભળાવે – જે શાન્તિથી વિદાય આપે એ સાચા દીકરા. ઘણીયે આત્મકથાનાં આંસુઓમાં વાંચશો તો જણાશે કે મૃત્યુકાળે મા-બાપની સેવા કરનાર દીકરા જ પાસે ન મળે.
અંતિમ કાળે પિતાને સમાધિ ન કરાવે તો એ દીકરા શા કામના ? છેલ્લી પળે ભગવાનનું નામ સંભળાવે એ જ સાચા દીકરા; બાકી દીપડા તો છે જ ને !
શ્વાન પણ અન્ન અને દૂધ માટે પાછળ પાછળ ભમે છે. એમ, પિતાની મૂડી માટે બાપ પાસે ભમનારા એવા મતલબિયા ઘણા હોય છે. દીકરાની ખરી મહત્તા તો એ છે કે બાપની પાસે ભલે કાંઈ ન હોય છતાં સમજે કે જીવનભર મા-બાપના એની ઉપર ઉપકાર છે. સમાધિપૂર્વક મા-બાપનું મૃત્યુ કરાવે, એની અંતિમ ઇચ્છા ને ભાવનાઓ પૂરી કરે એ ખરા દીકરા.
આપણે તેથી જોયું કે જેનામાં આ છ વિશેષણો હોય તે વૃદ્ધ ગણાય. આવો વૃદ્ધ પાપાચારમાં પ્રવૃત્ત ન હોય. જેઓમાં જીવનનો અનુભવ છે, જ્ઞાન, તપ, શીયળ છે તેનું અનુગામિત્વ એ સારું છે. આવા વૃદ્ધો જો સમાજના નેતા હોય તો સમાજને સાચે રસ્તે દોરે અને એમનું શ્રેય થાય.
તા. ૧૫-૮-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં - ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org