________________
Jain Education International
૩૯. વિશેષજ્ઞ
દ૨મો સદ્ગુણ દીર્ઘદર્શિતાનો આપણે જોયો. દીર્ઘદર્શી માણસ તત્ક્ષણના લાભને નહિ, પણ લાંબી વિચારણા પછીના સાચા પરિણામનો વિચાર કરી કાર્ય કરે છે. એ આજની ખાતર, આવતી કાલને નહિ બગાડે. આજે માણસ શ્રમ કરે તો કાલે એને ફળ મળે. એ આવતી કાલ માટે, આજે જરાક સહન પણ કરવું પડે તોય પ્રેમથી સહન કરે. સહન કર્યા વગર કાંઈ મળે નહિ . આજે સહન કરી, આત્માના હિત ખાતર કાલને સુધારે તેનું નામ દીર્ઘદર્શી.
:
હવે સોળમો સદ્ગુણ જોઈએ એ ‘વિશેષજ્ઞ’. વિશેષજ્ઞ માણસ, એની સામે જે વસ્તુ આવે તેના ગુણ અને દોષ તારવી શકે છે. આ કામ મુશ્કેલ છે કારણ આપણે તો કોઈની એકાદ વાત ન ગમે તો તે આખી વ્યક્તિને જ ફેંકી દઈએ છીએ. વિશેષજ્ઞ કદી સમગ્ર વ્યક્તિનો વિરોધ ન કરે. એ તો વિચારે કે એના એકાદ દુર્ગુણ સંગે બીજા ઘણા સદ્ગુણો એનામાં છે.
ધર્મરત્નનાં અજવાળાં ૧૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org