________________
કરવાનું છે અને કડવા ઘૂંટડા પી જવાના છે. માણસ જ્યારે આવી જાતના છે બાહ્ય અને છ આંતર તાપમાંથી પસાર થાય છે ત્યારે એનામાં ખરી પૂર્ણતા આવી શકે છે. આંતરિક તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, બાન અને કાયોત્સર્ગ તથા બાહ્ય-અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ, રસત્યાગ અને સલ્લીનતા છે.
આમ તપની ઉપાસના દ્વારા એ તપોવૃદ્ધ હોય, જ્ઞાનની ઉપાસના દ્વારા જ્ઞાનવૃદ્ધ, સંયમની ઉપાસના દ્વારા ચારિત્રવૃદ્ધ હોય. જનક રાજાને એકવાર ઊંઘમાં સ્વપ્ન આવે છે. એમાં એ હારે છે ને ભિખારી બને છે. માગી લાવેલા અનાજથી પેટ ભરે છે. વધેલું થોડુંક સાંજ માટે ઢાંકી રાખે છે. ત્યાં લડતા લડતા આખલા આવે છે અને અનાજ ધૂળમાં મળતાં એનામાં ભય જાગ્યો ને ત્યાં એમની આંખ ઊઘડી ગઈ. જુએ તો એ રાજમહેલમાં પલંગમાં સૂતેલા છે અને નોકરો ખમા ખમા કરી રહ્યા છે.
બીજે દિવસે રાજસભામાં એ બધા વિદ્વાનોને પૂછે છે કે તત સત્યં વા તત સત્યમ ? આ સાચું કે તે સાચું ? કોઈ જવાબ નથી આપી શકતું. જે ઉત્તર ન આપી શકે તેને એ કેદમાં નાખે છે. ત્યાં મહાવિદ્વાન અષ્ટાવક્ર સભામાં આવે છે. એનાં આઠેય અંગ વાંકાં જોઈ સભા હસી પડે છે. આમ બધાને હસતા જોઈ અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા.
રાજાએ એમને પૂછ્યું કે અમે સૌ તમારાં વાંકાં અંગો જોઈને હસ્યા પણ તમે શા માટે હસ્યા ? એમણે જવાબ આપ્યો કે અહીં બધા ચમારો ભેગા થયા છે; તમે ચમારોના રાજા હોવા છતાં જનકવિદેહી તરીકે ઓળખાઓ છો જાણીને હું હસ્યો.
રાજાએ એમને પૂછ્યું અમને ચમાર કહેનાર તમે કોણ ? એમણે જવાબ આપ્યો કે મેં તમને ચમાર કહ્યા કારણ કે તમે સૌએ મારી ચામડી જોઈ; મારું ચામડું માત્ર જોયું અને હસવા લાગ્યા; કોઈએ એની અંદર રહેલ જ્ઞાનજ્યોત, દિવ્ય આત્માને જોવા પ્રયત્ન ન કર્યો. ચામડાને કોણ જુએ ? ચમાર. તમે પણ અહીં ભેગા થઈ એમ ચામડાં જ જુઓ છો ને ?
આપણે પણ લોકોના દેહ જોઈએ છીએ; બાહ્ય રૂપને જોઈએ છીએ. આપણી આંખ પાસે માત્ર રૂપરંગનો આકાર જ આવે છે. પણ જો આપણે અંદરના આત્માને જોવાની દૃષ્ટિ નહિ કેળવીએ તો આત્મજ્ઞાન આવશે ક્યાંથી ?
નાની એવી કીડીને જ જુઓને ! એનામાંય તમારા જેવી સુખદુ:ખની ભાવને પડી છે. સુખને એ ચાહે છે. ગળપણ એનેય ગમે છે. એનેય તડકો નથી ગમતો, એનેય છાયાની શાન્તિ જોઈએ છે. આવી કીડીને જોતાં આપણા જ જેવા આત્માનું આપણને જ્ઞાન જાગે છે ખરું ? એના જેવા બીજા પ્રાણીમાત્ર
૧૭૪ 5 ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org