________________
ભાવનોરલા જ કલયે આવે છે એ બતાવે પણ બહારનો પરિચય
પશુથીયે અધમ ? અને પરિગ્રહ લોભાવે ત્યારે વિચાર કરે કે જીવનભર સંગ્રહ કરવાનું જ કરું તો મારામાં વિવેક શો ? જેણે આ પાંચ ઉપર વિજય મેળવ્યો એણે સમજવું કે એનામાં ધર્મનું બીજ વવાયું છે. બહારનો પલટો કરો, તે અસ્થાયી છે. બહારનું ચરિત્ર તો ઘણા બતાવે પણ તે માત્ર દેખાવનું. સમ્યક્ત્વ હોય ત્યારે અંદરનો પલટો આવે છે પછી દરેક કામમાં સાવધાનતા આવશે. હું કરું તે કેટલા જુએ છે ? એ ભાવના આજે વધુ ચાલી રહી છે. પણ પ્રદર્શનની ભાવનાથી, સ્વદર્શન નથી આવતું. અને ખરું સ્વ-દર્શન કરશો તો બહારના પ્રદર્શનની જરૂર પણ નહિ રહે. પણ આ બે દર્શનો સાથે ન રહી શકે. કાં તો પ્રદર્શન કરો અને કાં તો સ્વદર્શન તરફ વળો.
આવો વૃદ્ધ માણસ, અંદરના આત્મા તરફ વળેલો હોય છે. એટલા માટે એને “પરિપક્વ બુદ્ધિ' કહ્યો છે. એનો અર્થ એ કે તેવો વૃદ્ધ પરિપક્વ બુદ્ધિવાળો હોય; એની વાતોમાં મીઠાશ હોય; એનામાં કટુતા, ખટાશ, સડેલાપણું ન હોય. પાકેલી કેરીનો સ્વાદ સૌને મીઠો લાગે છે એમ, જેની વાતો, વિચારો સાંભળી આનંદ જાગે તે વૃદ્ધ. જેનામાં આવું ન હોય તે માણસ એના દેહવૃદ્ધત્વને લજવે છે.
આજે વૃદ્ધોનાં વાણી, વિચાર, વર્તનમાં આ પરિપક્વતા, મીઠાશ છે ખરી ? એ ન હોય તો જીવનને એકડે એકથી ફરી ઘંટો. આજે તો વૃદ્ધાવસ્થા આવતાં માણસમાં કટુતા આવે છે. ખરી રીતે તો આવે વખતે જિંદગીના અનુભવો લીધા પછી, એણે શાન્તિના સમુદ્ર અને વાત્સલ્યના સાગર બનવું જોઈએ. એણે તો સારી હવા રેલાવવી જોઈએ. વૃદ્ધોએ કટુતાથી ભારરૂપ ન બનતાં, પ્રસન્નતાથી વાતાવરણ હળવું બનાવવું જોઈએ. આને માટે પરિપક્વતા જરૂરી છે.
આવા વૃદ્ધ તપ, ઉપવાસ જ નહિ પણ તિતિક્ષા-સહનશક્તિ કેળવવાની છે. ભક્તિ કરવાની છે અને કાયા પર કષ્ટ આવે તો પણ સહેવાનું છે. સહન કરવા માટેનું સામૂહિક નામ એટલે તપ. માણસ જેટલું તપ કરે તેટલો તે ઘડાય છે. આ તપ ગમે તે અવસ્થામાં શક્ય છે.
કાચા ઘડામાં પાણી ભરો તો એ ફૂટી જશે અને પાણી પણ ચાલ્યું જશે. પણ એને તડકો મળે, તાપમાંથી એ પસાર થાય ત્યારે ટકોરા સહન કરવા એ શક્તિશાળી થાય છે. તાપ પછીથી જ યોગ્યતા આવી શકે છે. અને ધર્મનું જીવન સરળ બને છે.
માણસ થોડાક દાનથી, પૈસાથી, અધિકારથી જ ધર્મ આચરવા માટે લાયક નથી થઈ શકતો. એ બધાનું ફળ તો સાધના અને તિતિક્ષામાં પરિણમવું જોઈએ. પછી એ ગમે તેવાં દુ:ખોથી પણ ફૂટશે નહિ કે ફાટશે નહિ. જેમાં અમૃત રહી શકે, એવું પાત્ર બનવા માટે આ તપ-તિતિક્ષાની ખાસ જરૂર છે. એણે તો સહન
ધર્મરત્નનાં અજવાળાં ક ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org