________________
બીજો ગુરુ; એની પાસેથી એ વિવેક શીખ્યા. બગલો પણ એમનો ગુરુ; એની પાસેથી એ ધ્યાનની એકાગ્રતા શીખ્યા. હેતુની પ્રાપ્તિ માટેની સાવધાનતા, તેઓ કાગડા પાસેથી શીખ્યા. એમણે વિશ્વનાં પ્રાણીઓને આમ ગુરુ બનાવ્યાં અને શીખ્યા; પણ આપણે તો આજે માનવીનેય ગુરુ નથી બનાવી શકતા. આપણે આજે ગુરુઓને પણ ગુરુ નથી રહેવા દીધા, તો શું શીખી શકવાના છીએ ! આજે તો આપણે સૌ ન-ગુરા થઈ રહ્યા છીએ. સર્પને માટે એક ગારુડી મંત્ર આવે છે. એમાં ૧૮ શબ્દો છે. આ મંત્ર ભણવા છતાંય એ જો ઝેર ચૂસે નહિ તો ગારૂડી છેલ્લે તેને “ન-ગુરો' કહે. આ શબ્દ સાંભળી એ પોતાનું માથું શિલા પર પછાડે છે અને મરી જાય છે. એનાથી એ સહન થઈ શકતું નથી. આપણા નગુરાપણા માટે આપણને આજે આવું લાગે છે ખરું ?
પણ આજે ગુરુ જેવું તત્ત્વ જ ક્યાં રહ્યું છે ! જે માણસ પોતાને પંડિત માને એ બીજા પાસેથી શું લઈ શકવાનો ? આત્માના ઉત્કર્ષ માટે જનારાએ તો બાળક જેવા નિર્દોષ બનીને જવું જોઈએ. હરિભદ્ર બાળકને ભાવે પેલી સાધ્વી પાસે ગયા અને અર્થ પૂછ્યો. સાધ્વીએ આ વિદ્વાનને પોતાના ગુરુ પાસે મોકલ્યા. કારણ કે એ પડ્રદર્શનના જાણકાર હતા. ગુરુએ હરિભદ્ર ભટ્ટને પ્રતિબોધ કર્યો અને દીક્ષા આપી. પછી તો એ શાસનપ્રભાવક મહાન આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વર થયા, પણ તેઓ પેલાં સાધ્વીનો ઉપકાર ન ભૂલ્યા, કારણ કે માર્ગદર્શક એ બન્યાં હતાં તેથી જ એમણે જેટલા ગ્રંથો લખ્યા તેને અંતે પોતાની જાતને યાકિનીસૂનુ સાધ્વીપુત્ર તરીકે એ પોતાને ઓળખાવે છે. આવા સમર્થ આચાર્ય પણ સાધ્વીને ગુરુ માને છે !
કોઈએ આચાર્ય હરિભદ્રને પૂછેલું કે તમે કપિલના ભક્ત હતા અને મહાવીરના ભક્ત કેમ બન્યા ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે “મારે મહાવીરનો પક્ષપાત નથી, કપિલ ઉપર દ્વેષ નથી. યુતિપૂર્ણ જેનું વચન હતું તેનો મેં સ્વીકાર કર્યો છે. આજે તો માણસને કાંઈ ગમે તો એ માટે રાગ જાગે છે અને ન ગમે તો એનો દ્વેષ કરે છે. ખરી રીતે માણસે આ બેની વચ્ચે રહેવાનું છે. ખીણ અને પર્વત બેની વચ્ચેથી રસ્તો કાઢવાનો છે. રાગ એ ખીણ છે; ષ એ ટેકરો છે. ન રાગમાં રહો, ન ષમાં. વચ્ચેનો માધ્યસ્થભાવ જ આપણે કેળવવાનો છે.
જેનાં વચનો શાસ્ત્રો, જીવન અને અનુભવ સાથે બંધબેસતાં થાય, જે આપણી બુદ્ધિમાં બેસે અને જ જ્ઞાનથી સારાં લાગે તેનું કાર્ય સ્વીકારવું. દરેક વાત સમજવી જોઈએ; પછી સમજીએ અને સારી લાગે તો જીવનમાં ઉતારી શકીએ છીએ. આજે માણસો સમજવા પ્રયત્ન કરતા નથી તેથી જીવનમાં ઉતારતાય નથી.
ધર્મરત્નનાં અજવાળાં કે ૧૬૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org